Get The App

મલાઈકાના પુત્ર અને રવિનાની પુત્રી વચ્ચે ડેટિંગની ચર્ચા

Updated: Jan 4th, 2024


Google NewsGoogle News
મલાઈકાના પુત્ર અને રવિનાની પુત્રી વચ્ચે ડેટિંગની ચર્ચા 1 - image


- રાશા અને અરહાન સાથે સાથે જોવા મળ્યાં

- અરબાઝની પત્ની શૌરા લાંબા સમયથી રવિના તથા રાશાની મેક અપ આર્ટિસ્ટ છે

મુંબઇ : રવિના ટંડનની દીકરી રાશા અને અરબાઝ ખાન તથા મલાઈકાનો પુત્ર અરહાન ડેટિંગ કરી રહ્યાં હોવાનું ચર્યાય છે. 

અરબાઝના શૌરા સાથેના લગ્ન પ્રસંગોમાં અરહાન તથા રાશા સાથે સાથે જોવા મળ્યાં હતાં. શૌરા રવિના તથા રાશા બંનેની મેક અપ આર્ટિસ્ટ છે. આથી, આ લગ્નમાં રવિના શૌરા તરફથી હાજર રહી હતી. રાશા પણ તેની સાથે હતી. બીજી તરફ અરહાન પણ પિતાના બીજાં લગ્નમાં સામેલ થયો હતો. 

આ  પ્રસંગે અરહાન તથા રાશા બંને સતત સાથે હતાં. જોકે, તેઓ મીડિયા કેમેરાથી છૂપાવીને કારમાં બહાર નીકળ્યાનો વીડિયો વાયરલ થયો હતો. તે પછી બંને વચ્ચે સામાન્ય પારિવારિક દોસ્તી કરતાં પણ વિશેષ સંબંધ હોવાનું ચર્ચાય છે. 

રાશાની બોલીવૂડ કારકિર્દી હવે શરુ થઈ રહી છે. હાલ તેની પાસે એક કે બે પ્રોજેક્ટ છે. રવિના સતત રાશાને સોશિયલ મીડિયા તથા બીજી ઈવેન્ટસમાં હાઈલાઈટ કરતી રહે છે. સોશિયલ મીડિયા પર રાશાના ફોલોઅર્સની સંખ્યા પણ મોટી છે.


Google NewsGoogle News