Get The App

જિગરા ફલોપ થતાં ડાયરેક્ટર વાસન બાલાએ એક્સ એકાઉન્ટ ડિલીટ કર્યું

Updated: Oct 21st, 2024


Google NewsGoogle News
જિગરા ફલોપ થતાં ડાયરેક્ટર વાસન બાલાએ એક્સ એકાઉન્ટ ડિલીટ કર્યું 1 - image


- 80 કરોડની ફિલ્મની કમાણી માત્ર 26 કરોડ

- આલિયા જેવી એકટ્રેસની ફિલ્મમાં ભયંકર વેઠ ઉતારવા બદલ ટ્રોલ થતાં એકાઉન્ટ બંધ કરવું પડયું

મુંબઈ : આલિયા ભટ્ટ જેવી પ્રતિભાશાળી કલાકારનું ખુદનું પ્રોડકશન તથા તેની મુખ્ય ભૂમિકા છતાં પણ 'જિગરા' તદ્દન ફલોપ થઈ છે. આ ફિલ્મમાં વેઠ ઉતારવા બદલ ચાહકોએ ડાયરેક્ટર વાસન બાલાને ભારે ટ્રોલ કરતાં બાલાએ આખરે કંટાળીને એક્સ એકાઉન્ટ ડિલીટ કરવું પડયું છે.

આલિયા તથા કરણ જોહરે સાથે મળીને બનાવેલી આ ફિલ્મનું બજેટ આશરે ૮૦ કરોડ હતું. પરંતુ, બોક્સ ઓફિસ પર તેની કમાણી માંડ ૨૬ કરોડ થઈ છે. જોકે, બોલીવૂડના વર્તુળોમાં ચર્ચા અનુસાર આ આંકડો પણ ખોટો છે અને વાસ્તવિક કમાણી તો આનાથી અડધી પણ નથી. દિવ્યા ખોસલાએ તો જાહેરમાં આરોપ મૂક્યો છે કે આ ફિલ્મની ખોટી કમાણી બતાવવા માટે થિયેટર્સમાં નકલી બૂકિંગ દર્શાવાયાં હતાં. 

વાસન બાલાએ એક ઈન્ટરવ્યૂમાં  એવી શેખી મારી હતી કે પોતે ફિલ્મ તો બેસ્ટ જ બનાવી છે અને પોતે બોક્સ ઓફિસની સફળતાને આધારે ફિલ્મને મૂલવતો નથી. તેની આ શેખી પછી ચાહકો ભારે નારાજ થયા હતા. તેમણે વાસન બાલાના મગજમાં રાઈ ભરાઈ ગઈ છે અને પોતે વેઠ ઉતારી છે એ કબૂલતો નથી તેવી જોરદાર ટીકાઓ ચલાવી હતી. 

આલિયાની આ ફિલ્મની સમાંતર જ રાજકુમાર રાવ તથા તૃપ્તિ ડિમરીની 'વિકી વિદ્યા કા વો વાલા વીડિયો' રીલિઝ થઈ હતી અને 'જિગરા'ની સરખામણીએ તેણે વધુ કમાણી કરી હતી. 


Google NewsGoogle News