Get The App

હૃતિક રોશનની ક્રિષ 4ને દિગ્દર્શકનું સમર્થન

Updated: Jan 26th, 2025


Google NewsGoogle News
હૃતિક રોશનની ક્રિષ 4ને દિગ્દર્શકનું સમર્થન 1 - image


- સ્ક્રિપ્ટ તૈયાર પરંતુ વધુ પડતા બજેટને કારણે લંબાઇ રહી હોવાનું જણાવ્યું

મુંબઇ : હૃતિક રોશનની ક્રિષ ૪ની રાહ અભિનેતાના પ્રશંસકો વાંબા સમયથી જોઇ રહ્યા છે. તેવામાં રાકેશ રોશને જણાવ્યું છે કે, ક્રિષ ૪ની ઘોષણા જલદી જ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ક્રિષ ૩ ૨૦૧૩માં રિલીઝ થઇ  હતી.  

રાકેશ રોશને એક વાતચીત દરમિયાન કહ્યું હતું કે, ક્રિષ ૪ જલદી  આવશે. વાસ્તવમાં ફિલ્મ બજેટની સમસ્યાઓને કારણે અટકી ગઇ છે. આ એક બિગ બજેટ ફિલ્મ હશે તેને મોટા સ્કેલ પર બનાવવાની જરૂર છે.  ફિલ્મનું બજેટ ઓછું કરવામાં આવે તો ફિલ્મની વાર્તા પર અસર પડે એમ છે, જે કરવા હું રાજી નથી. હું આ ફિલ્મ માટે કોઇ પણ જાતનું સમાધાન ઇચ્છતો નથી. મારે યોગ્ય બજેટ અને યોગ્ય સ્કેલ સાથે જ ફિલ્મ બનાવવી હોવાથી આ બાબતે સમૂસુથરું થતાં જ ફિલ્મ પર કામ શરૂ કરશું. 

રાકેશ રોશને ચોથા પાર્ટમાં એલિયનનો જાદુ પાછો આવશે  કે નહીં  એ અફવાની સ્પષ્ટતા કરી નહોતી. તેણે જણાવ્યુ ંહતું કે, ફિલ્મની સ્ક્રિપ્ટ તૈયાર છે અને હું ફિલ્મ વિશે કોઇ જ બાબતે વાતચીત કરવાનો નથી. હું એટલું જ કહીશ ે મહેરબાની કરીને અફવા પર વિશ્વાસ નહીં કરો. અમે તૈયાર થતાં જ ફિલ્મની શરૂઆત કરીશું. 


Google NewsGoogle News