દિગ્દર્શક જગન શક્તિએ આગામી ફિલ્મ માટે અજય દેવગણનો સંપર્ક કર્યો

Updated: May 28th, 2024


Google NewsGoogle News
દિગ્દર્શક જગન શક્તિએ આગામી ફિલ્મ માટે અજય દેવગણનો સંપર્ક કર્યો 1 - image


- જો બધુ સમૂસુથરુ પાર પડશે તો આવતા વરસે શૂટિંગ શરૂ થવાની શક્યતા

મુંબઇ : દિગ્દર્શકત જગન શક્તિએ પોતાની આગામી ફિલ્મ માટે અજય દેવગણનો સંપર્ક કર્યો છે. અભિનેતાને ફિલ્મની વાર્તાનો વિષય પસંદ આવ્યો છે. તેથી આશા છે કે, અજય દેવગણ આ ફિલ્મમાં કામ કરવા રાજી થઇ જશે. જો બધુ સમુસુથરુ ંપાર પડશે તો અભિનેતા આ ફિલ્મ સાઇન કરી લેશેે. 

સોશયલ મીડિયાના એક પોર્ટલના અનુસાર, જગન શક્તિએ પોતાની આગામી ફિલ્મ માટે અજય દેવગણનો સંપર્ક કર્યો છે. 

બન્ને વચ્ચે હાલ વાતચીત ચાલી રહી છે અને આશા છે કે, અજય દેવગણ આ ફિલ્મ સાઇન કરીને તરત જ કામ શરૂ કરશે. જોકે આ ફિલ્મ વિશે વધુ માહિતી આપવામાં આવી નથી. 

જગન શક્તિવ્યસ્ત દગ્દર્શકોમાંનો એક છે અને તેણે મિશન મંગલ ફિલ્મથી દર્શકોમાં જાણીતો થયો છે. 

Ajay-Devgn

Google NewsGoogle News