'રામાયણ મનોરંજનનું સાધન નથી': આદિપુરુષ વિવાદ અંગે દીપિકા ચીખલિયાએ મૌન તોડ્યુ
Image Source: Facebook
મુંબઈ, તા. 21 જૂન 2023 બુધવાર
દાયકાઓ પહેલા રામાનંદ સાગરની રામાયણમાં સીતા માતાનું પાત્ર ભજવનાર દીપિકા ચીખલિયાએ દરેકના દિલમાં સ્થાન બનાવી દીધુ હતુ. લોકો તેમને હકીકતના સીતા માતા માનીને પૂજવા લાગ્યા હતા. દરમિયાન રામાયણની સીતાએ હવે ઓમ રાઉતના ડાયરેક્શનમાં બનેલી આદિપુરુષ પર થઈ રહેલા વિવાદ પર મૌન તોડ્યુ છે. દીપિકા ચીખલિયાએ કૃતિ સેનન અને પ્રભાસ સ્ટારર ફિલ્મ વિશે કહ્યુ કે હિંદુ મહાકાવ્ય સાથે કોઈ પણ પ્રકારની છેડછાડને ટીકાનો સામનો કરવો જ પડશે.
દીપિકા ચીખલિયાએ કહ્યુ કે હિન્દુ મહાકાવ્ય એન્ટરટેઈનમેન્ટ માટે નથી અને ફિલ્મ મેકર્સે દર અમુક વર્ષોમાં નવા પરિવર્તન સાથે આવવાથી બચવુ જોઈએ. આદિપુરુષ, રામાયણની એક ભવ્ય મલ્ટીલિંગુઅલ રીટેલિંગ છે. તેના ડાયલોગ, બોલચાલની ભાષા અને હિન્દુ મહાકાવ્યના કેટલાક કેરેક્ટ્સની ખોટી વ્યાખ્યા માટે આ ટીકાનો શિકાર થઈ છે.
રામાયણ એન્ટરટેઈનમેન્ટ માટે નથી
દીપિકા ચીખલિયાએ કહ્યુ કે દર વખતે આ પડદા પર પાછી આવશે ભલે તે ટીવી હોય કે ફિલ્મ હોય, આમાં કંઈક એવુ હશે જે લોકોને ઠેસ પહોંચાડશે કેમ કે તમે રામાયણની એક પ્રતિકૃતિ બનાવવા જઈ રહ્યા નથી. મને સૌથી વધુ દુ:ખ એ વાતનું છે કે આપણે સતત દર વર્ષે કે બે વર્ષમાં રામાયણ બનાવવાનો પ્રયત્ન કેમ કરી રહ્યા છીએ? રામાયણ એન્ટરટેઈનમેન્ટ માટે નથી. આ કંઈક એવુ છે જેના દ્વારા તમે શીખો છો. આ એક પુસ્તક છે, જે પેઢીઓથી ચાલતુ આવી રહ્યુ છે અને આ આપણા સંસ્કાર(મૂલ્ય) છે.