દિલજીત દોસાંઝની મોટી જાહેરાત, જો આ શરત પૂરી નહીં થાય તો ભારતમાં નહીં કરે લાઈવ કોન્સર્ટ!
Image: Facebook
Diljit Dosanjh Live Concert: પોપ્યુલર સિંગર દિલજીત દોસાંજના ચાહકોને મોટો ઝટકો લાગવાનો છે. આ વર્ષે દિલજીત દોસાંજની ઈન્ડિયા ટૂર ખૂબ લાઈમલાઈટમાં છે. તેના લાઈવ કોન્સર્ટની ટિકિટ મેળવવા માટે ચાહકોની વચ્ચે એક અલગ જ ક્રેઝ જોવા મળ્યો પરંતુ ત્યારે શું થશે જ્યારે તમને ખબર પડશે કે આ દિલજીતની ઈન્ડિયામાં અંતિમ કોન્સર્ટ હશે? સાંભળીને તમને પણ ઝટકો લાગ્યો ને? તમે જ્યારે તેનો વાયરલ વીડિયો જોશો તો તમારું દિલ તૂટી જશે. હવે દિલજીત દોસાંજે પોતાના લાઈવ શો માં એક મોટી જાહેરાત કરી દીધી છે.
ભારતમાં લાઈવ પરફોર્મ કરવાથી દિલજીતે કર્યો ઈનકાર
તાજેતરમાં જ પોતાના એક લાઈવ શો ની વચ્ચે દિલજીત દોસાંજે લાખો ચાહકોની ભીડમાં એક શોકિંગ નિવેદન આપ્યું છે. સિંગરે સ્ટેજ પર એનાઉન્સ કરી દીધું કે તે હવે ભારતમાં લાઈવ પરફોર્મ કરશે નહીં. તેણે આ નિર્ણય કેમ લીધો છે તેનો ખુલાસો પણ તેણે સ્ટેજ પર જ કર્યો છે. દિલજીત દોસાંજે હવે એક મોટી શરત મૂકી દીધી છે. જો સિંગરની શરત પૂરી નહીં થઈ તો ભારતમાં ક્યારેય તેના શો એન્જોય કરવાની લોકોને તક મળશે નહીં.
આ પણ વાંચો: પાકિસ્તાનમાં રાજ કપૂરનાં જન્મસ્થળે પણ જન્મશતાબ્દિની ઉજવણી
દિલજીત દોસાંજે મૂકી કઈ શરત?
સામે આવેલા એક વીડિયોમાં દિલજીત દોસાંજ કહેતાં સંભળાય છે કે 'પહેલા તો હું તંત્રને કહેવા માગું છું કે અમારી પાસે લાઈવ શો માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર તો છે નહીં. આ ખૂબ મોટું રેવન્યુ છે, કેટલા માણસને કામ મળી રહ્યું છે, કેટલા લોકો કામ કરી રહ્યાં છે. હું પ્રયત્ન કરીશ કે આગામી વખતે સ્ટેજ સેન્ટરમાં હોય જેથી તમામ લોકો મારી આસપાસ હોય. જ્યાં સુધી આ નહીં થાય હું અહીં ઈન્ડિયામાં શો કરીશ નહીં. પાક્કું. પ્લીઝ મારી તંત્રને એ વિનંતી છે કે ઈન્ફ્રાસ્ટ્રક્ચર શ્રેષ્ઠ કરો યાર' હવે સિંગરની જાહેરાત બાદ ચાહકો પણ ટેન્શનમાં આવી ગયા છે.
ચંદીગઢ કોન્સર્ટમાં દિલજીત દોસાંજે સંભળાવ્યો મોટો નિર્ણય
દિલજીતે 14 ડિસેમ્બરે ચંદીગઢમાં થયેલા કોન્સર્ટ દરમિયાન પોતાનો આ નિર્ણય સંભળાવ્યો હતો. હવે તેના આ નિર્ણયથી અમુક ચાહકો તેની પ્રશંસા કરી રહ્યાં છે કે સિંગરને ચાહકોની ચિંતા છે અને તે ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ચાહકોના શ્રેષ્ઠ અનુભવને લઈને સતર્ક છે. અમુક ચાહકો એટલા માટે ગભરાઈ ગયા છે કે જો સિંગરની આ શરત ન માનવામાં આવી તો ઈન્ડિયન ચાહકોને તેનું પરિણામ ભોગવવું પડશે. આમ તો આવું થઈ શકતું નથી કે દિલજીત કોઈ ડિમાન્ડ કરે અને તે પૂરી ન થાય. દરમિયાન ચાહકો માટે ગભરાવવાની કોઈ વાત નથી.