દિલજીત હવે ભારતમાં કોઈ લાઈવ કોન્સર્ટ નહિ કરે
- ભારતમાં લાઈવ શોની સુવિધા જ નથી
- ચાહકો દ્વારા આ નિર્ણયની ટીકા : પંજાબના ખોટા સ્પેલિંગ માટે પણ ટ્રોલ થયો
મુંબઈ : ગાયક દિલજીત દોસાંજેએ હવે ભારતમાં કોઈ લાઈવ કોન્સર્ટ નહિ કરવાની જાહેરાત કરી છે. તેણે જણાવ્યું હતું કે જ્યાં સુધી લાઈવ શો ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો નહીં થાય ત્યાં સુધી તેઓ ભારતમાં કોન્સર્ટ નહીં કરે. આ જાહેરાત ૧૪ ડિસેમ્બરે ચંડીગઢ શો દરમિયાન કરવામાં આવી હતી. દિલજીતના વાયરલ થયેલા વીડિયોમાં તેમ એમ કહેતો જણાય છે કે આપણી પાસે અહીં લાઈવ શો માટે યોગ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર નથી. આ આવકનો નોંધપાત્ર ોત છે, અને ઘણા લોકો તેના આધારે રોજગારી મેળવે છે. દિલજીતે પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં પંજાબનો સ્પેલિંગ ભારતીય કરે છે તેવી રીતે નહીં પરંતુ પાકિસ્તાનીઓ કરે છે તેવી રીતે કરતા તેની ટીકા થઈ છે. દિલજિત તેની દિલ-લુમિનેટી ઈન્ડિયા ટૂર હવે પૂર્ણ કરવાના આરે છે. આ ટૂર ૨૯ ડિસેમ્બરે ગુવાહાટીમાં એક ભવ્ય કોન્સર્ટ સાથે પૂર્ણ થશે.