ચંદન તિલક, ધોતી અને કુર્તા પહેરીને મહાકાલની શરણે પહોંચ્યો દિલજીત દોસાંઝ ભસ્મ આરતીમાં મગ્ન
Diljit Dosanjh Visits Mahakal: દિલજીત દોસાંઝ હાલ દિલ-લુમિનાટી ઇન્ડિયા ટૂર 2024ના કારણે ખૂબ જ લોકપ્રિયતા મેડવી રહ્યો છે. જયપુર, બેંગલુરુ, દિલ્હી, મુંબઈ બાદ દિલજીતે તાજેતરમાં ઈન્દોરમાં પોતાનો કોન્સર્ટ કર્યો હતો, ત્યારબાદ તે મંગળવારે ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિર પહોંચ્યો હતો, જ્યાં તેણે મહાકાલની ભસ્મ આરતીમાં પણ ભાગ લીધો હતો. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
ભોલેનાથની ભક્તિમાં તલ્લીન દિલજીત
વાયરલ વીડિયોમાં દિલજીત સફેદ ધોતી-કુર્તા અને માથા પર પાઘડી પહેરેલો જોવા મળે છે. ગર્ભગૃહની બહાર બેસીને તે ભોલેનાથની ભક્તિમાં તલ્લીન જોવા મળે છે.
Jai Shri MAHAKAL 🪷 pic.twitter.com/HGeWpYjIt7
— DILJIT DOSANJH (@diljitdosanjh) December 10, 2024
સોશિયલ મીડિયા પર શેર કર્યો વીડિયો
સિંગરે તેની મંદિરની મુલાકાતનો એક વીડિયો તેના ફેન્સ માટે સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ સાથે જ તેણે કેપ્શનમાં લખ્યું છે, 'જય શ્રી મહાકાલ'.
આ પણ વાંચો: 'રામાયણ' ફિલ્મમાં રણબીર કપૂરની સાથે દેખાશે સની દેઓલ, કરી શકે છે આ રોલ
ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે દિલજીતે
દિલજીત સિંહ દોસાંઝે ઘણી હિન્દી અને પંજાબી ફિલ્મોમાં પોતાના અભિનયથી દર્શકોના દિલ જીતી લીધા છે. તેમની લોકપ્રિય હિન્દી ફિલ્મો ઉડતા પંજાબ અને સૂરમા છે, જ્યારે પંજાબી ફિલ્મોમાં જટ્ટ એન્ડ જુલિયટ, પંજાબ 1984, સરદાર જી, સુપર સિંઘ અને અંબરસરિયા જેવી બ્લોકબસ્ટર ફિલ્મોનો સમાવેશ થાય છે.