VIDEO : દિલજીતે શો અટકાવીને કહ્યું- 'અમદાવાદમાં હોટલવાળા ગેમ કરી ગયા...', વગર ટિકિટે ફેન્સ જોઈ રહ્યા હતા કોન્સર્ટ
Diljit Dosanjh : 'આ હોટલવાળા ગેમ કરી ગયા...' ટિકિટ લીધા વિના બાલ્કનીમાંથી દિલજીત દોસાંઝનો કોન્સર્ટ જોઈ રહ્યા હતા ચાહકો. જ્યારે ગાયકનું ધ્યાન ગયું તો તેણે શો બંધ કરી દીધો અને કહ્યું...
હોટલની બાલ્કનીમાંથી ફ્રીમાં દિલજીતનો શો જોઈ રહ્યા હતા
પંજાબી ગાયક દિલજીત દોસાંઝ હાલમાં 'દિલ-લુમિનાટી' ટૂર પર છે અને તે અંતર્ગત દેશના વિવિધ ભાગોમાં પરફોર્મ કરી રહ્યો છે. હાલમાં જ સિંગર ગુજરાતના અમદાવાદમાં પરફોર્મ કર્યું હતું અને લોકોએ તેનો શો જોવા માટે મોંઘી-મોંઘી ટિકિટો ખરીદી હતી અને શો હાઉસફુલ થઈ ગયો હતો. પરંતુ હવે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં લોકો હોટલની બાલ્કનીમાંથી ફ્રીમાં દિલજીતનો કોન્સર્ટ જોઈ રહ્યા છે.
આ હોટલના લોકો ગેમ કરી ગયા
વાયરલ વીડિયોમાં દિલજીત દોસાંઝ સ્ટેજ પર પરફોર્મ કરી રહ્યો છે અને અચાનક તેની નજર સામે પડે છે, ત્યારે તે આશ્ચર્યચકિત થઈ જાય છે. તેમણે તેની ટીમને સંગીત બંધ કરવા કહ્યું હતું. બાલ્કનીમાંથી તેનો શો જોઈ રહેલા લોકો તરફ ઈશારો કરીને તે કહ્યું કે, 'આ હોટેલની બાલ્કનીમાં બેઠેલા લોકો છે, તેમનો વ્યુ ખૂબ જ સારો છે. આ હોટલના લોકો ગેમ કરી ગયા.
જ્યારે આ વીડિયો વાયરલ થયો ત્યારે લોકોએ કોમેન્ટ કરવાનું શરૂ કર્યું કે, તે દિવસે લોકોએ હોટલમાં એક રાત વિતાવવા માટે 1 થી 1.5 લાખ રૂપિયા ચૂકવવા પડ્યા હતા. તમને જણાવી દઈએ કે ગિફ્ટ સિટી ક્લબમાં દિલજીત દોસાંજનો અમદાવાદ કોન્સર્ટ યોજાયો હતો.
હાલમાં જ જ્યારે દિલજીત દોસાંઝ તેના કોન્સર્ટ માટે તેલંગણા પહોંચ્યો હતો, ત્યારે તેને સરકાર તરફથી નોટિસ મળી હતી કે તે દારૂ પર આધારિત બનેલા ગીતો નહીં ગાઈ શકે, કારણ કે તેનાથી યુવાનોમાં ખોટો સંદેશ જાય છે. દિલજીતે ગુજરાત કોન્સર્ટમાં આ નોટિસનો જવાબ આપ્યો અને કહ્યું કે સારા સમાચાર એ છે કે તેને અહીં નોટિસ મળી નથી. દિલજીતે કહ્યું કે તે અહીં દારૂને લગતા ગીત નહીં ગાય, કારણ કે ગુજરાત ડ્રાય સ્ટેટ છે.
હું પોતે દારૂ પીતો નથી અને કોઈને પૂછતો નથી
દિલજીતે કોન્સર્ટમાં જણાવ્યું કે, 'મેં ઘણા ધાર્મિક ગીતો પણ ગાયા છે. છેલ્લા 10 દિવસમાં મેં બે ધાર્મિક ગીતો રજૂ કર્યા છે, એક શિવ બાબા પર અને એક ગુરુ નાનક બાબાજી પર ગાયા હતા. મારા આ ગીતો વિશે કોઈ વાત કરી રહ્યું નથી. તેમજ હું પોતે દારૂ પીતો નથી અને ક્યારેય કોઈને ફોન કરીને પૂછતો નથી કે તમે પેગ લગાવ્યો કે નહીં ? આ ઉપરાંત હું ટીવી અને બોલિવૂડ એક્ટરની જેમ દારૂની જાહેરાત કરતો નથી.'