Get The App

દિલજીત દોસાંઝે અધવચ્ચે જ કોન્સર્ટ અટકાવી દીધો, રતન ટાટાના નિધનના સમાચારથી થયો દુઃખી

Updated: Oct 10th, 2024


Google NewsGoogle News

દિલજીત દોસાંઝે અધવચ્ચે જ કોન્સર્ટ અટકાવી દીધો, રતન ટાટાના નિધનના સમાચારથી થયો દુઃખી 1 - image

Image: Facebook

Ratan Tata Death: 86 વર્ષની ઉંમરમાં ભારતીય બિઝનેસ ટાઈકુન રતન નવલ ટાટાનું નિધન થઈ ગયું. ગઈ કાલે મોડી રાત્રે મુંબઈના બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા. રતન સાહેબનું આ રીતે દુનિયાને અલવિદા કહેવાથી તમામને આઘાત લાગ્યો છે.

પંજાબી ફિલ્મ કલાકાર અને સિંગર દિલજીત દોસાંઝને જ્યારે રતન ટાટાના નિધનની માહિતી મળી તો તેણે પોતાનો લાઈવ મ્યૂઝિક કોન્સર્ટ અધવચ્ચે જ અટકાવી દીધો અને તેમને ખાસ અંદાજમાં શ્રદ્ધાંજલિ આપી. 

દિલજીતે રોક્યું લાઈવ કોન્સર્ટ

અત્યારે દિલજીત દોસાંઝ સમગ્ર દુનિયામાં પોતાનું લાઈવ મ્યૂઝિક કોન્સર્ટ કરી રહ્યો છે. તાજેતરમાં જ યુનાઈટેડ કિંગ્ડમ એટલે કે યુકેમાં કોન્સર્ટ કરનાર દિલજીત જર્મની પહોંચ્યો અને ત્યાં બુધવારે રાત્રે એક મ્યૂઝિક કોન્સર્ટને હોસ્ટ કરી રહ્યો હતો. 

દિલજીત દોસાંઝ જર્મની કોન્સર્ટ અને રતન ટાટા

દિલજીત દોસાંઝને લાઈવ કોન્સર્ટ દરમિયાન ભારતના દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાના નિધન વિશે માહિતી મળી અને તેણે તાત્કાલિક પોતાનો કોન્સર્ટ અધવચ્ચે જ રોકી દીધો અને પદ્મ વિભૂષણ બિઝનેસ ટાઈકુનને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

રતન ટાટાને લઈને શું કહ્યું દિલજીતે

એક બિઝનેસમેન સિવાય સામાન્ય માણસ તરીકે રતન ટાટા દરેકના મનપસંદ મનાતા હતા. તેમની સાદગી લોકોના દિલમાં હંમેશા માટે અમર રહેશે. આ કારણ છે કે દિલજીત દોસાંઝે પણ રતન ટાટાને પોતાના જ અંદાજમાં શ્રદ્ધાંજલિ આપી છે. જોકે તેમના જર્મની કોન્સર્ટનો એક વીડિયો ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. 


Google NewsGoogle News