'અંગ્રેજી સારી રીતે આવડતી હોત તો ટ્રમ્પની દીકરીને...' દિલજીત દોસાંઝનો VIDEO વાઈરલ
Donald Trump: પંજાબી સિંગર અને એક્ટર દિલજીત દોસાંજ અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પની દીકરીને લઈને કરવામાં આવેલાં નિવેદનને લઈને હાલ ચર્ચામાં છે. દિલજીતે ટ્રમ્પને લઈને કરવામાં આવેલાં એક સવાલનો એવો જવાબ આપ્યો કે, ફરીથી સોશિયલ મીડિયા પર છવાઈ ગયો છે.
ટ્રમ્પ વિશે આપ્યું નિવેદન
પંજાબી સિંગર દિલજીત દોસાંજ પોતાના લાઇવ સેશન દરમિયાન આપેલાં નિવેદનથી ચર્ચામાં છે. દિલજીતે 'જટ્ટાં દે પુત્તાં નૂ રોક સકે ના ટ્રમ્પ' ગીતને લઈને કહ્યું કે, ટ્રમ્પ વિશે તો જાટને ખબર જ છે. આ દરમિયાન ટ્રમ્પ વિશે વધુ વાત કરતાં દિલજીતે કહ્યું કે, ટ્રમ્પ નાની-મોટી વસ્તુ નથી. ટ્રમ્પ પાસે શક્તિ છે, તે જે ઈચ્છે કરી શકે છે. દિલજીતનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઈરલ થઈ રહ્યો છે.
'જો અંગ્રેજી સારી રીતે આવડતી હોત તો...'
નોંધનીય છે કે, આ જ લાઈવ સેશન દરમિયાન સિંગરે ટ્રમ્પની દીકરીનો પણ ઉલ્લેખ કર્યો. દિલજીતે અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની દીકરી વિશે કહ્યું કે, 'ઈવાંકા ટ્રમ્પ મને સોશિયલ મીડિયા પર ફોલો કરે છે. પરંતુ, મારી અંગ્રેજી એટલી સારી નથી, નહીંતર કંઈક લખીને મોકલી દેત એમને.'
આ પણ વાંચોઃ રણવીર અલ્હાબાદિયા-સમય રૈનાને સમન પાઠવી શકે છે સંસદીય સમિતિ, પોલીસનું પણ તેડું
દિલજીતનો આ અંદાજ લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. પંજાબી સિંગરનો આ રમૂજી અંદાજ હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે.