મને દરરોજ ટેન્શન થાય છે...' કોન્સર્ટ વચ્ચે દિલજીત દોસાંઝનું દર્દ છલકાયું, મન ની વાત પણ કહી
Diljit Dosanjh: પંજાબી સિંગર અને એક્ટર દિલજીત દોસાંઝ હાલના સમયમાં સૌથી લોકપ્રિય સિંગર બની ગયા છે. ભારતભરમાં તેના કોન્સર્ટ થઈ રહ્યા છે અને લોકો સિંગરના દિવાના બની બની રહ્યા છે. આ દિવાનગીનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે, તેના શો ની ટિકિટો જાહેર થતાંની સાથે જ વેચાઈ જાય છે. તેણે દિલ્હી, લખનઉ અને જયપુર સહિત અનેક શહેરોમાં કોન્સર્ટ કર્યા છે. દિલજીતે તેના પુણે કોન્સર્ટનો એક વીડિયો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે જેમાં તે તેના અંગત જીવનમાં યોગનું કેટલું મહત્વ છે તે અંગે વાત કરતો નજર આવી રહ્યો છે.
દિલજીત દોસાંઝનું દર્દ છલકાયું
વીડિયોમાં દર્શકો સાથે પોતાના જીવનની સમસ્યાઓ વિશે વાત કરતા દિલજીતે કહ્યું કે, 'જ્યારે તમને કોઈ વસ્તુ મળે છે, ત્યારે કહેવામાં આવે છે કે તમારે કોઈને કહેવું નહીં. પણ મને લાગે છે કે દરેકનો વારો આવવાનો છે. જો તમે યોગ કરશો તો તમે જે પણ કામ કરશો તેમાં તમારા કામની ઝડપ ડબલ થઈ જશે. યોગ એ તમારી યાત્રા છે અને તમારી આંતરિક ગોઠવણીને સુધારે છે.' તેણે આગળ કહ્યું કે, મુશ્કેલી આવશે તો જીવનમાં તણાવ આવશે. હું તમને એ જણાવી પણ ન શકું કે, મને રોજ-રોજ કેટલું ટેન્શન આવે છે. તેથી જેટલું મોટું કામ હશે એટલું જ વધારે ટેન્શન પણ હશે. પરંતુ તે તમારા શરીર અને દિમાગને એક સાથે લાવવામાં મદદ કરે છે, તેથી તેના પર ધ્યાન કેન્દ્રિત કરો. રસ્તો આપોઆપ બની જાય છે અને ટેન્શન દૂર થઈ જાય છે. તો યુવાનો જો તમે પ્રયત્ન કરી શકો તો યોગ શરૂ કરો.
આ પણ વાંચો: ICC ટેસ્ટ રેન્કિંગમાં ભારતીયો છવાયા, બુમરાહ ફરી નંબર 1 બોલર, યશસ્વી-કોહલીને પણ ફાયદો
ક્યારે અને ક્યાં થશે કોન્સર્ટ
દિલજીતના કોન્સર્ટની વાત કરીએ તો હવે તે 30 નવેમ્બરે કોલકાતામાં યોજાવા જઈ રહ્યો છે, ત્યારબાદ તે 6 ડિસેમ્બરે બેંગલુરુમાં, ત્યારબાદ 8 ડિસેમ્બરે ઈન્દોરમાં અને 14 ડિસેમ્બરે ચંદીગઢમાં પરફોર્મ કરશે. દિલજીતની દિલ લુમિનાટી ઈન્ડિયા ટૂરનો લાસ્ટ શો 20 ડિસેમ્બરે મુંબઈમાં અને 29 ડિસેમ્બરે ગુવાહાટીમાં થશે.