Get The App

સિંગર દિલજીતના લાઇવ કોન્સર્ટને લઇને દિલ્હી પોલીસે આપી ચેતવણી, ટ્વીટ વાયરલ

Updated: Sep 17th, 2024


Google NewsGoogle News
સિંગર દિલજીતના લાઇવ કોન્સર્ટને લઇને દિલ્હી પોલીસે આપી ચેતવણી, ટ્વીટ વાયરલ 1 - image


Diljit Dosanjh Concert: દિલજીત દોષંજ મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં એવું નામ બની ગયું છે કે, આજે તેને કોઇ ઓળખની જરુર નથી. દિલજીતનો જ્યારે પણ કોન્સર્ટ થાય છે ત્યારે ટિકિટો આંખના પલકારામાં વેચાઈ જાય છે. હવે દિલજીતનો લાઈવ કોન્સર્ટ દિલ્હીમાં થવા જઈ રહ્યો છે, જેના માટે ટિકિટ માટે એટલી હરીફાઈ છે કે લોકો 1-1 લાખ રૂપિયા સુધી ચૂકવવા માટે તૈયાર છે. આવી સ્થિતિમાં છેતરપિંડી કરનારાઓએ પણ આના પર નજર રાખી રહ્યાં હોય છે. તેથી જ દિલ્હી પોલીસે પોતાની સ્ટાઈલમાં લોકોને ચેતવણી આપવી પડી છે. 

દિલ્હી પોલીસ દ્વારા એક્સ હેન્ડલ પર એક પોસ્ટ શેર કરવામાં આવી છે, જેમાં એક વીડિયો પણ છે. પોસ્ટમાં દિલ્હી પોલીસે દિલજીતનું એક ગીત લખ્યું છે – Paise Puse Baare Soche Duniya, Alert Rehkar Online Fraud Se Bache Duniya!

સિંગર દિલજીતના લાઇવ કોન્સર્ટને લઇને દિલ્હી પોલીસે આપી ચેતવણી, ટ્વીટ વાયરલ 2 - image

વીડિયોમાં દિલ્હી પોલીસે લખ્યું છે કે ગીત સાંભળવા માટે, ખોટી લિંક પર ક્લિક કરીને ટિકિટના પૈસા ન આપો અને તમારું બેન્ડ ન વગાડો... એટલે કે દિલ્હી પોલીસે ફ્રોડથી બચવાની સલાહ આપી છે. પોલીસની લોકોને ફ્રોડથી બચાવવાની આ અનોખી રીત દરેકને પસંદ આવી રહી છે અને પોસ્ટ વાયરલ થઈ રહી છે.

બે મિનિટમાં સોલ્ડ આઉટ

સિંગર દિલજીતનો ક્રેઝ એવો છે કે, જ્યારે તેના કોન્સર્ટની ટિકિટની વિન્ડો ખુલી તો બે મિનિટમાં જ તમામ ટિકિટો વેચાઈ ગઈ. આ જ કારણ છે કે, લોકો હવે કોઈપણ પ્રકારના જુગાડનો ઉપયોગ કરીને ટિકિટ મેળવવા માંગે છે. દિલજીતના કેટલાક ચાહકો પણ ટિકિટ માટે લાખો રૂપિયા ચૂકવવા તૈયાર છે.આવી સ્થિતિમાં ઓનલાઈન છેતરપિંડી કરનારા લોકોને સરળતાથી નિશાન બનાવી શકે છે.

દિલજીતના આ કોન્સર્ટની ટિકિટ ખરીદતી વખતે તમને પણ લાખો રૂપિયાનું નુકસાન થઈ શકે છે. એટલા માટે કોઈપણ લિંક પર ક્લિક કરવાનું ટાળો. સત્તાવાર વેબસાઈટ પરથી જ માહિતી મેળવો, જો કોઈ ટિકિટ વેચવાનો દાવો કરે છે, તો પહેલા એકવાર રિસર્ચ કરી લો.  

મહત્વનું છે કે,દિલજીત દોષંજ 26 ઓક્ટોબરે દિલ્હીના જેએલએન સ્ટેડિયમમાં લાઈવ પરફોર્મ કરશે. 


Google NewsGoogle News