કેટલી વખત સાબિત કરું કે ભારતને પ્રેમ કરું છું: ટ્રોલર્સને દિલજીત દોસાંઝનો જવાબ, જાણો કેમ થયો હતો વિવાદ
Diljit Dosanjh post spark controversy : લોકપ્રિય ગાયક અને અભિનેતા દિલજીત દોસાંઝ હાલના દિવસોમાં ભારતના પ્રવાસે છે. તેનો આ પ્રવાસ અત્યારે ખૂબ ચર્ચામાં ચાલી રહ્યો છે, પરંતુ તે હવે વિવાદો સાથે પણ જોડાય ગયો છે. હવે દિલજીતની એક સોશિયલ મીડિયા પોસ્ટ ફરી વિવાદમાં છે. હાલમાં જ ચંદીગઢમાં પરફોર્મ કરવા આવેલા દિલજીતે પોતાની એક સોશિયલ મીડિયા પોસ્ટમાં પંજાબનો સ્પેલિંગ 'PANJAB' લખ્યો હતો. જેના પછી વિવાદ શરૂ થઇ ગયો હતો. હવે દિલજીતે આ મામલે ખુલાસો આપતા કહ્યું છે કે તેણે કેટલી વાર સાબિત કરવું પડશે કે તે ભારતને પ્રેમ કરે છે.
શું લખ્યું દિલજીતે સોશિયલ મીડિયા પોસ્ટ પર
દિલજીતે કરેલી પોસ્ટમાં 'PUNJAB'ની જગ્યાએ 'PANJAB' લખવાને કારણે વિવાદમાં આવેલા દિલજીતે હવે ખુલાસો કર્યો છે. દિલજીતે પોસ્ટમાં લખ્યું હતું કે, 'જો કોઈ ટ્વીટમાં પંજાબની સાથે ધ્વજનો ઉલ્લેખ કરવાનો રહી ગયો તો એ ષડયંત્ર........બેંગલુરુના ટ્વીટમાં પણ ધ્વજનો ઉલ્લેખ કરવા માટે માત્ર એક જ જગ્યા બાકી છે. અને જો 'PANJAB' લખ્યું તો એ ષડયંત્ર છે. પંજાબને 'PUNJAB' લખો કે 'PANJAB', પરંતુ પંજાબ તો પંજાબ જ રહેશે.'
કેટલીવાર સાબિત કરવું પડશે કે હું ભારતથી પ્રેમ કરું છું
પોતાની પોસ્ટમાં પંજાબ શબ્દનો અર્થ સમજાવતા દિલજીતે લખ્યું હતું કે, 'પંજ આબ એટલે 5 નદીઓ. ગોરાની ભાષા અંગ્રેજીના સ્પેલિંગથી કન્શપેરસી કરવાવાળા શાબાશ! હું તો ભવિષ્યમાં પણ પંજાબીમાં પંજાબ લખીશ. હું જાણું છું કે તમે દૂર નહીં જાવ...તમે ચાલુ રાખો. કેટલી વાર સાબિત કરવું પડશે કે હું ભારતથી પ્રેમ કરું છું. કંઈક નવું કરો યાર..... કે તમને આ જ ટાસ્ક મળ્યો છે?'
આ સિવાય તેણે પોતાની પોસ્ટ સાથે તેની જૂની પોસ્ટ્સમાંથી એકનો સ્ક્રીનશોટ પણ શેર કર્યો હતો. જેમાં તેણે 'ચંદીગઢ, પંજાબ' સાથે તિરંગો ઝંડા વાળું ઇમોજી પણ લગાવ્યું છે. આમાં તેણે પંજાબનો સ્પેલિંગ 'PANJAB' લખ્યો છે. દિલજીતે બીજો સ્ક્રીનશોટ પણ શેર કર્યો જેમાં તેણે 'પંજાબ યુનિવર્સિટી'ના નામમાં 'PANJAB' લખેલું હતું.
દિલજીતની પોસ્ટથી વિવાદ કેમ થયો?
કોન્સર્ટ માટે પંજાબ પહોંચેલા દિલજીતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર તેના આગમનનો વીડિયો શેર કર્યો હતો. કેપ્શનમાં તેણે મેપ પોઇન્ટર ઇમોજી સાથે 'PANJAB' લખ્યું હતું. હકીકતમાં સન 1947માં ભારત અને પાકિસ્તાનના ભાગલા થયા હતા. તે વખતે પંજાબ પણ બે ભાગમાં વહેંચાઈ ગયું હતું. હાલ જે પંજાબ પાકિસ્તાનનો ભાગ છે, તેને અંગ્રેજીના સ્પેલિંગમાં 'PANJAB' લખવામાં આવે છે. અને જે પંજાબ ભારતનો ભાગ છે, તેનો સ્પેલિંગ 'PUNJAB' લખવામાં આવે છે. દિલજીતે તેની નવી પોસ્ટમાં 'PANJAB' સ્પેલિંગ સાથે જે પંજાબ યુનિવર્સિટીનો ઉલ્લેખ કર્યો છે તે હકીકતમાં ભાગલા પહેલા લાહોરમાં હતી. પરંતુ બાદમાં તેને ચંદીગઢમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. નામ સાથે જોડાયેલી ભાવનાઓને કારણે પંજાબના સ્પેલિંગને તેના નામમાં 'PANJAB' રહેવા દેવામાં આવ્યું હતું.
ગુરુ રંધાવાએ પણ દિલજીતની પોસ્ટનું સમર્થન કર્યું
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પંજાબના સ્પેલિંગને લઈને વિવાદ ત્યારે વધ્યો જ્યારે દિલજીતની પોસ્ટ પછી લોકપ્રિય ગાયક ગુરુ રંધાવાએ પણ તેને પોસ્ટ કરી. રંધાવાએ પોતાની પોસ્ટમાં પંજાબનો સ્પેલિંગ 'PUNJAB' લખ્યો અને તેની સાથે ભારતીય રાષ્ટ્રધ્વજનું ઈમોજી પણ લખ્યું હતું. તેની પોસ્ટ દ્વારા ઘણાં યુઝર્સે દિલજીત પર સવાલ ઉઠાવવાનું શરૂ કરી દીધું હતું. જ્યારે ઘણાં યુઝર્સે રંધાવા પર નિશાન સાધતા પૂછ્યું હતું કે, તેઓ દિલજીતને કેમ ટાર્ગેટ કરી રહ્યો છે.
રંધાવાએ ત્રિરંગા મારી માટી, મારો દેશ દુનિયાનો શ્રેષ્ઠ દેશ છેઇમોજીને ફરીથી પોસ્ટ કરી અને લોકોને એકજૂથ થવા અને તેમના દેશને સમર્થન આપવાની અપીલ કરી હતી. તેણે લખ્યું હતું કે, 'મારી માટી, મારો દેશ દુનિયાનો શ્રેષ્ઠ દેશ છે. વાત ખતમ.' દરમિયાન દિલજીતે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું હતું કે, 'દિલ-લુમિનાટી'. ટૂરનો તેનો આગામી સ્ટોપ હવે મુંબઈ છે.