VIDEO : ‘નૈન મટકા’થી લઈને ‘બેબી જોન’ સુધી ! ક્રિસમસ પર ધૂમ મચાવશે દિલજીત દોસાંઝ, વરૂણની વિનંતી ટાળી
Diljit Dosanjh : દિલજીત દોસાંઝ હાલમાં તેની "દિલ લ્યુમિનાટી ઈન્ડિયા ટૂર 2024" માં વ્યસ્ત છે, પરંતુ તેમ છતાં તે તેના અન્ય કામ માટે સમય કાઢી રહ્યો છે. સતત કોન્સર્ટ વચ્ચે, દિલજીત હિન્દી અને પંજાબી ગીતો માટે પ્લેબેક કરી રહ્યો છે અને તેની આગામી ફિલ્મોનું શૂટિંગ પણ પૂર્ણ કરી રહ્યો છે. હાલમાં જ તેની નવી ફિલ્મ 'બેબી જોન'નું ગીત 'નૈન મટકા' રિલીઝ થયું છે. વરુણ ધવન, વામિકા ગબ્બી અને કીર્તિ સુરેશ અભિનીત ફિલ્મનું આ ગીત સોમવારે રિલીઝ થયું હતું. ગીત રિલીઝ થયા બાદ દિલજીતે ફિલ્મના કલાકારો સાથે ઈન્સ્ટાગ્રામ પર એક ફની વીડિયો શેર કર્યો હતો.
વીડિયોમાં દિલજીત તેના વ્યસ્ત શેડ્યૂલને ટાંકીને વરુણની વિનંતીને ટાળતો જોવા મળે છે, પરંતુ કીર્તિ સુરેશની વિનંતી પર,તે માત્ર ગીતને પ્રમોટ જ નથી કરતો પણ તેની સાથે ડાન્સ પણ કરે છે. ફિલ્મ 'બેબી જોન' ક્રિસમસ પર રિલીઝ થવા જઈ રહી છે.
દિલજીતે વરુણની રિકવસ્ટને ફગાવી દીધી હતી
ગીત રિલીઝ થતાની સાથે જ દિલજીતે તેના ઈન્સ્ટાગ્રામ પર 'બેબી જોન'ની સમગ્ર કાસ્ટ સાથે એક મજેદાર વીડિયો શેર કર્યો છે. ગીતના વીડિયોમાં વરુણ ધવન અને કીર્તિ સુરેશની જબરદસ્ત કેમેસ્ટ્રી જોવા મળે છે. સાથે જ બંને પોતાની ડાન્સ ફિલ્મોથી ચાહકોનું દિલ જીતી રહ્યા છે. વીડિયોમાં દિલજીત તેની વેનિટી વેનમાં બેઠેલો જોવા મળે છે. જ્યારે વરુણ ધવન તેને તેના ગીતોને પ્રમોટ કરવા વિનંતી કરે છે. દિલજીત પોતાના વ્યસ્ત શેડ્યૂલને ટાંકીને વરુણની વાત ટાળતો જોવા મળે છે. પરંતુ જેવી ફિલ્મની લીડ એક્ટ્રેસ કીર્તિ સુરેશ તેને રિક્વેસ્ટ કરે છે, દિલજીત ન માત્ર સંમત થાય છે, પરંતુ તેની સાથે ડાન્સ પણ કરે છે.