Get The App

VIDEO: ચાલુ કોન્સર્ટમાં દિલજીતે કહ્યું, 'ગુજરાત ડ્રાય સ્ટેટ છે', લોકોએ બૂમો પાડી- નથી, બધુ વેચાય છે

Updated: Nov 18th, 2024


Google NewsGoogle News
Diljit Dosanjh


Diljit Dosanjh Telangana Notice Response: પંજાબી સિંગર-એક્ટર દિલજીત દોસાંઝ પોતાની 'દિલ-લ્યુમિનાટી' ટૂરના કારણે હાલ ચર્ચામાં છે. જેના ભાગરૂપે દિલજીત ઘણા રાજ્યોમાં જઈને કોન્સર્ટ કરી રહ્યો છે.15 નવેમ્બરે હૈદરાબાદમાં દિલજીતનો કોન્સર્ટ હતો. આ અંગે તેલંગાણા સરકાર દ્વારા ઈવેન્ટના આયોજકોને પાઠવીને કોન્સર્ટમાં આલ્કોહોલ, હિંસા અને ડ્રગ્સવાળા ગીતો ન ગાવાની સૂચના આપી હતી. નોટિસમાં 'પંજ તારા' અને 'પટિયાલા પેગ' જેવા ગીતોનો ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. દિલજીતે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે સરકાર પર ટોણો મારતો જોવા મળી રહ્યો છે.

દારૂ મુદ્દે દિલજીતે પ્રતિક્રિયા આપી હતી

દિલજીતે કહ્યું- એક સારા સમાચાર છે કે આજે મને કોઈ નોટિસ મળી નથી. આ સાંભળીને ફેન્સ બૂમાબૂમ કરવા લાગ્યા. ત્યારે દિલજીત કહે છે કે આના કરતા પણ વધુ સારા સમાચાર છે કે આજે પણ હું દારૂ પર કોઈ ગીત નહીં ગાઉં. પૂછો કે હું કેમ?

ગાંધીનગરના કોન્સર્ટમાં દિલજીતે કહ્યું ગુજરાત એક ડ્રાય સ્ટેટ છે...

ગાંધીનગરના કોન્સર્ટમાં દિલજીતે કહ્યું કે, 'હું દારૂ પર કોઈ ગીત નહિ ગાઉં કારણ કે ગુજરાત એક ડ્રાય સ્ટેટ છે. મેં એક ડઝનથી વધુ ડીવોશનલ સોંગ્સ ગાયાં છે. તેમજ છેલ્લા 10 દિવસમાં મેં બે ડીવોશનલ સોંગ્સ રીલીઝ કર્યા છે. જેમાં એક એક શિવ બાબા પર અને એક ગુરુ નાનક બાબાજી પર છે. પરંતુ કોઈ તેના વિષે વાત નથી કરતુ. દરેક વ્યક્તિ ટીવી સામે બેસીને પટિયાલા પેગની વાત કરે છે.'

બોલિવૂડમાં ઘણા ગીતો દારુ પર છે, મારા તો 2-4 હશે

આ બાબતે સિંગરે વધુમાં કહ્યું કે, 'એક એન્કર કહી રહ્યા હતા કે જો કોઈ એક્ટર તમને અલગથી કહે તો તમે તેને બદનામ કરી દેશો અને સિંગરને દારૂ પર ગીત ગાવા માટે ફેમસ કરી રહ્યા છો. દિલજીતે કહ્યું કે હું કોઈને ફોન કરીને નથી કહેતો કે તમે પટિયાલા પેગવાળું ગીત સાંભળ્યું કે નહિ. હું તો માત્ર ગીત ગાઉં છુ અને બોલિવૂડમાં ઘણા ગીતો છે જે દારૂ પર છે. મારું તો એક જ ગીત છે, વધુમાં વધુ 2-4 હશે.'

દિલજીતે કહ્યું હું આજે દારુ પર ગીત નહિ ગાઉં  

દિલજીતે કોન્સર્ટમાં વધુમાં કહ્યું કે, 'હું તે પણ નહિ ગાઉં. આજે પણ હું એ ગીતો નહીં ગાઉં, નો ટેન્શન. હું પોતે દારૂ પીતો નથી. પરંતુ બોલિવૂડ સ્ટાર્સ દારૂની જાહેરાતો કરે છે, દિલજીત દોસાંઝ નથી કરતો. મને છંછેડશો નહીં. હું જ્યાં પણ જાઉં છું ત્યાં શાંતિથી કોઈને કોન્સર્ટ કરીની નીકળી જાઉં છું. તો શા માટે મને છંછેડો છો?'

સિંગરે કોન્સર્ટમાં એક મૂવમેન્ટ શરુ કરવાની વાત કરી 

સિંગરે કોન્સર્ટમાં એક મૂવમેન્ટ શરુ કરવાની વાત કરતા કહ્યું કે, 'એક કામ કરીએ, એક મૂવમેન્ટ શરુ કરીએ. જ્યારે આટલા લોકો ભેગા થાય તો મૂવમેન્ટ શરૂ થઈ શકે છે. જો આપણા દેશમાં આવેલા તમામ રાજ્યો પોતાને ડ્રાય સ્ટેટ જાહેર કરી દે તો બીજા જ દિવસથી દિલજીત દોસાંઝ તેના જીવનમાં ક્યારેય દારૂ પર કોઈ ગીત નહીં ગાઈ. હું વચન આપું છું, મારા માટે આ કરવું શક્ય છે.'

આ પણ વાંચો: શોભિતા અને નાગા ચૈતન્યની કંકોતરી વાયરલ થઈ ગઈ

કોરોનામાં બધું જ બંધ હતું પણ દારૂની દુકાનો નહિ 

દિલજીતે કોરોનાનો સમય યાદ કરતા કહ્યું કે, 'કોરોનાને કારણે બધુ બંધ હતું. દારૂના ઠેકા બંધ નહોતા થયા સાહેબ. તમે શું વાત કરો છો! તમે યુવાનોને પાગલ નથી બનાવી શકતા. સારું, ચાલો હું તમને બીજી વધુ સારી તક આપું. મારા જ્યાં પણ શૉ છે. ત્યાં તે દિવસે તમે ડ્રાય ડે જાહેર કરો, હું દારૂ પર ગીત નહીં ગાઉં, હું કોઈ નવો કલાકાર નથી અને તમે મને કહેશો કે તું આ ગીત કે પેલું ગીત ના ગાઈ શકે તો હું કઉ કે અરે હવે હું શું કરીશ! હું ગીત બદલી શકું છું અને તો પણ તમને કોન્સર્ટમાં એટલી જ મજા આવશે.'

હું ગુજરાત સરકારનો ફેન બની ગયો છું: દિલજીત

ગુજરાત વિષે વાત કરતા દિલજીતે કહ્યું કે, 'મને ખબર નથી, તમે લોકો કહેતા હશો કે ગુજરાત ડ્રાય સ્ટેટ છે.' ત્યારે ભીડમાંથી ઘણા લોકોએ તેનો વિરોધ કર્યો હતો. લોકોએ બૂમો પાડી હતી કે 'ડ્રાય સ્ટેટ નથી, બધુ વેચાય છે.' જે બાદ દિલજીતે કહ્યું હતું, કે 'ઘણા લોકો કહે છે કે ડ્રાય સ્ટેટ છે, ઘણા કહે છે નથી. જો ગુજરાત ડ્રાય સ્ટેટ હોય તો, હું ગુજરાત સરકારનો ફેન બની ગયો છું. હું ગુજરાત સરકારને સમર્થન આપું છું. અમે ઈચ્છીએ છીએ કે અમૃતસર પણ ડ્રાય સીટી બને. આપણે આવી મૂવમેન્ટ શરુ કરીએ. હું દારૂ પરના બધા ગીર ગાવાનું બંધ કરી દઉં અને સરકાર બધા દારૂના ઠેકા બંધ કરી દે. મારા 4-5 ગીતો છે હું નહિ ગાઉં, બદલી નાખીશ, મને છંછડેશો નહિ.' 

VIDEO: ચાલુ કોન્સર્ટમાં દિલજીતે કહ્યું, 'ગુજરાત ડ્રાય સ્ટેટ છે', લોકોએ બૂમો પાડી- નથી, બધુ વેચાય છે 2 - image


Google NewsGoogle News