Get The App

‘હું ભારતમાં કોન્સર્ટ નહીં કરું’ એવું કહીને દિલજીત દોસાંઝ ફસાયો, પછી ફેરવી તોળ્યું

Updated: Dec 17th, 2024


Google News
Google News
‘હું ભારતમાં કોન્સર્ટ નહીં કરું’ એવું કહીને દિલજીત દોસાંઝ ફસાયો, પછી ફેરવી તોળ્યું 1 - image


Diljit Dosanjh: ગાયક-અભિનેતા દિલજીત દોસાંજે હાલમાં 14 ડિસેમ્બરના રોજ ચંડીગઢના શો દરમિયાન તેમના ચાહકોને એવું કહીને ચોંકાવી દીધા હતા કે, લાઇવ શો માટે નબળા ઈન્ફ્રાસ્ટ્રક્ચરને કારણે તેઓ ભારતમાં  કોન્સર્ટ નહીં કરે અને અધિકારીઓને વધુ સારી સુવિધાઓ આપવાની વિનંતી કરી હતી. જોકે, દિલજીત હવે પોતાના નિવેદન પર ફેરવી તોળ્યું. ગાયકે સ્પષ્ટતા કરતાં કહ્યું કે, મેં ક્યારેય એવું નથી કહ્યું, કે હું ભારતમાં પરફોર્મ નહીં કરું.

આ પણ વાંચો : અલ્લુ અર્જુન ફરી જેલમાં જશે? પોલીસના આ લેટરના કારણે વધી શકે છે મુશ્કેલી



નિવેદનથી મારી પલટી

દિલજીત દોસાંજનું કહેવું છે કે, તેમની ટિપ્પણી ચંદીગઢના સ્થળ પરના મુદ્દાઓ વિશે હતી. દિલજીતે સ્પષ્ટતા આપતાં તેની નવી પોસ્ટમાં લખ્યું, 'ના. મેં કહ્યું હતું કે, ચંદીગઢ (CHD)માં કાર્યક્રમના સ્થળને લઈને સમસ્યા છે. તેથી જ્યાં સુધી મને યોગ્ય સ્થળ ન મળે ત્યાં સુધી હું ચંદીગઢમાં આગામી શોનું આયોજન નહીં કરું. બસ એટલું જ.'

આ પણ વાંચો : મેં કશું ખોટું કર્યું નથી, પત્નીનું નામ ના ઉછાળશો: અશ્લીલ વીડિયો મામલે રાજ કુંદ્રાએ ત્રણ વર્ષે તોડ્યું મૌન

ચંદીગઢમાં આપ્યું હતું નિવેદન 

આ પહેલા કોન્સર્ટમાં દિલજીતે પંજાબીમાં કહ્યું, 'અમારી પાસે અહીં લાઈવ શો માટે યોગ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર નથી. તે આવકનો એક મહત્વપૂર્ણ સ્ત્રોત છે, અને ઘણા લોકો કામ માટે તેના પર નિર્ભર છે. હું આગામી વખતે એ સુનિશ્ચિત કરવાની કોશિશ કરીશ કે, જ્યાં સુધી એવું ન થાય ત્યાં સુધી હું ભારતમાં શો નહીં કરુ, એ ચોક્કસ છે.'

Tags :
Diljit-DosanjhStatementChandigarh

Google News
Google News