VIDEO: 'કિસી કે બાપ કા હિન્દુસ્તાન થોડી હૈ...', સિંગર દિલજીતે ઈશારામાં બજરંગ દળને આપ્યો જવાબ!
Diljit dosanjh: પંજાબી સિંગર દિલજીત દોસાંઝ હાલમાં સમાચારની હેડલાઈનમાં છે. દેશના વિવિધ શહેરોમાં તેમના લાઈવ કોન્સર્ટ ચાલી રહ્યા છે. તેની સાથે - સાથે વિવાદો પણ થઈ રહ્યા છે. તેમણે રવિવારે મધ્યપ્રદેશના ઈન્દોરમાં પ્રદર્શન કર્યું અને મશહુર શાયર અને લેખક રાહત ઈન્દોરીના એક શેર વાંચીને બજરંગ દળને ઈશારામાં જવાબ આપ્યો હતો. એ વાત પણ છે કે, કાર્યક્રમમાં ખુલ્લેઆમ દારૂ અને માંસ પીરસવાના વિરોધમાં બજરંગ દળના કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા હતા.
'કિસી કે બાપ કા હિન્દુસ્તાન થોડી હૈ'
દિલજીત દોસાંઝે હજારો લોકોની ભીડ સામે લાઈવ શો કર્યો હતો. આ દરમિયાન તેણે ઈશારામાં વિરોધીઓને પણ મેસેજ આપ્યો, પ્રસિદ્ધ કવિ રાહત ઈન્દોરીએ લખેલી કેટલીક પંક્તિઓ સંભળાવતા કહ્યું, 'અહીની માટીમાં સૌનું લોહી સમાયેલું છે, કોઈના બાપનું હિન્દુસ્તાન થોડું છે.'
કાર્યક્રમમાં દારૂ અને માંસના ખુલ્લેઆમ વેચાણ અંગે બજરંગ દળે વિરોધ કર્યો
દિલજીતે ઈશારામાં એ મેસેજ આપ્યો હતો. જ્યારે બજરંગ દળના સભ્યોએ ઈન્દોરમાં તેની અને તેના કોન્સર્ટનો વિરોધ કર્યો હતો અને કાર્યક્રમમાં દારૂ અને માંસના ખુલ્લેઆમ વેચાણનો વિરોધ કર્યો હતો. દિલજીત કોન્સર્ટ દરમિયાન રોકાઈ ગયો અને રાહત ઈન્દોરીની મશહુર પંક્તિઓ 'અગર ખિલાફ હૈ હોને દો'. તેણે એવી રીતે ગર્જના કરી કે પ્રેક્ષકો ઉત્સાહ આવી ગયો હતો..
#WATCH | Indore, Madhya Pradesh | Bajrang Dal workers hold protest against the concert of actor-singer Diljit Dosanjh. (07.12) pic.twitter.com/LGtAX50vpT
— ANI (@ANI) December 7, 2024
હૈદરાબાદ કોન્સર્ટ પહેલા દારૂવાળા ગીતોને લઈને ચર્ચામાં હતો
આ અગાઉ દિલજીત ત્યારે ચર્ચામાં આવ્યો હતો, જ્યારે તેલંગણા સરકારે તેના હૈદરાબાદ કોન્સર્ટ પહેલા દારૂનો ઉલ્લેખ કરતા તેના ગીતો પર પ્રતિબંધ મૂક્યો હતો. ત્યારબાદ ગાયકે ગીતના શબ્દો બદલી નાખ્યા અને સરકારી અધિકારીઓને દેશમાં દારૂના વેચાણ પર પ્રતિબંધ મૂકવાનો પડકાર ફેંક્યો હતો.