Get The App

VIDEO: દિલજીતના કૉન્સર્ટે સ્ટેડિયમની કરી બદતર હાલત... દારુની બોટલો ફેંકી, સામાન તોડ્યો, ખેલાડીઓ પરેશાન

Updated: Oct 29th, 2024


Google NewsGoogle News
VIDEO: દિલજીતના કૉન્સર્ટે સ્ટેડિયમની કરી બદતર હાલત... દારુની બોટલો ફેંકી, સામાન તોડ્યો, ખેલાડીઓ પરેશાન 1 - image


Diljit Dosanjh Concert in JLN Stadium : રાજધાની દિલ્હીના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ (JNL)માં ખેલાડીઓ પ્રેક્ટિસ કરીને ઓલમ્પિક સુધી રમીને મેડલ હાંસલ કર્યાં છે. તેવામાં આ સ્ટેડિયમ પર 26-27 ઑક્ટોબરના દિવસે પંજાબી સિંગર દિલજીત દોસાંજનો કોન્સર્ટ યોજાયો હતો, જેમાં હજારો લોકોએ હાજરી આપી હતી. જ્યારે શો પૂરો થયા પછી સ્ટેડિયમ બદતર હાલતમાં જોવા મળતા ખેલાડીઓ પરેશાન થયા છે અને સોશિયલ મીડિયામાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. 

શો પછી સ્ટેડિયમની હાલત ખરાબ, વીડિયો વાઈરલ

રનર બિઅંત સિંહે ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરીને જાણકારી આપી હતી કે, શો પછી સ્ટેડિયમમાં દરેક જગ્યાએ દારૂની બોટલો, પાણીની ખાલી બોટલો, ખાવાની વસ્તુ-પેકેટ્સ જોવા મળ્યાં. ગંદકીના કારણે સ્ટેડિયમમાં પ્રેક્ટિસ કરી રહેલા ખેલાડીઓએ પોતાની પ્રેક્ટિસ છોડી દેવી પડી હતી. આ ઉપરાંત, રનિંગ ટ્રેક પણ ખરાબ થયો હોવાથી ખેલાડીઓને હાલાકી પડી રહી છે.

કમ એન્ડ પ્લે સ્કીમ હેઠળ ખેલાડીઓની પ્રેક્ટિસમાં હાલાકી 

મળતી માહિતી પ્રમાણે, આ કોન્સર્ટ માટે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (SAI) અને સારેગામા વચ્ચે કરાર કરાયો હતો. આ મુજબ કોન્સર્ટના આયોજકોએ સ્ટેડિયમને 1 નવેમ્બર સુધી ભાડે લીધું છે. આ પછી આ સ્ટેડિયમમાંથી તમામ ભંગાર અને કચરો સાફ કરવામાં આવશે. કોન્ટ્રાક્ટ મુજબ, સ્ટેડિયમ નક્કી કરાયેલી તારીખ પહેલા ઓપરેશનલ અને સ્વચ્છ સ્થિતિમાં SAIને સોંપવામાં આવશે.


આ પણ વાંચો : મોતની અફવાઓથી પરેશાન થઈ બોલિવૂડની આ અભિનેત્રી, કહ્યું- મમ્મીને ફોન આવે છે કે તમારી છોકરી મરી ગઈ

પરંતુ આ સ્ટેડિયમમાં કોઈપણ રાજ્ય, નેશનલ કે ઈન્ટરનેશનલ લેવલની ટૂર્નામેન્ટ કે રમત યોજાશે નહીં. જ્યારે કમ એન્ડ પ્લે સ્કીમ હેઠળ ખેલાડીઓ સાંજે આવીને પ્રેક્ટિસ કરે છે. આ અંતર્ગત આજે (28 ઑક્ટોબર) એથ્લેટ્સ પણ આવ્યા હતા, પરંતુ જ્યારે તેમણે આવી સ્થિતિ જોઈ તો તેમને અમુક હદ સુધી સાફ કરવાનો પ્રયાસ કર્યો હતો, જો કે, સ્ટેડિયમમાં હજુ પણ સફાઈનું કામ ચાલુ છે.


Google NewsGoogle News