'મારી લડાઈ સરકાર સાથે, કલાકારો સાથે નહીં...' જાણીતા સિંગરને દિલજીત દોસાંઝનો જવાબ
Diljit Dosanjh-AP Dhillon Controversy: પંજાબી મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં બે ગાયકના ફેન્સ હાલ બે ભાગમાં વહેંચાઈ ગયાં છે, જેનું કારણે બંનેના નિવેદનો છે. અમે અહીં એપી ઢિલ્લો અને દિલજીત દોસાંજની વાત કરી રહ્યા છીએ. દિલજીત દોસાંજે ઇન્દોર કોન્સર્ટમાં એપી ઢિલ્લો અને કરણ ઔજલાને ભારતમાં કોન્સર્ટ શરૂ કરવાની શુભકામના આપી હતી. દિલજીત દોસાંજની શુભકામનાસ બાદ એપી ઢિલ્લોએ પોતાના ચંદીગઢ કોન્સર્ટમાં સિંગરનો ઉલ્લેખ કર્યો અને અનબ્લોક કરવા માટે કહ્યું.
આ પણ વાંચોઃ શું શાહરુખ ખાને ખરેખર લાફો માર્યો હતો? યો યો હની સિંહે નવ વર્ષ બાદ કરી સ્પષ્ટતા
એપી ઢિલ્લોએ દિલજીત પર કર્યો કટાક્ષ
એપી ઢિલ્લોએ કહ્યું, 'હું એક નાનકડી વાત કહેવા માગુ છુ ભાઈ. પહેલાં મને ઈન્સ્ટાગ્રામ પરથી અનબ્લોક કરો અને પછી મારા સાથે વાત કરો. હું માર્કેટિંગ વિશે વાત કરવા નથી ઈચ્છતો, પરંતુ પહેલાં મને અનબ્લોક કરો. હું ત્રણ વર્ષથી કામ કરી રહ્યો છું. શું તમે મને કોઈ વિવાદમાં જોયો?'
એપી ઢિલ્લોનો દિલજીતને જવાબ
એપી ઢિલ્લોના આ નિવેદન બાદ મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં સિંગર્સ વચ્ચે વિવાદની ખબર છવાઈ ગઈ હતી. હવે સિંગરના નિવેદન પર દિલજીત દોસાંજે રિએક્શન આપ્યું છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર એપી ઢિલ્લોને બ્લોક કરવાની વાતને નકારી દીધી છે.
દિલજીતે કહ્યું કે, તેણે કદી મને ફોલો જ નહતો કર્યો. મારી લડાઈ ફક્ત સરકાર સાથે હોઈ શકે, ન કે કલાકારો સાથે નહીં. દિલજીતે એપી ઢિલ્લોની ઈન્સ્ટાગ્રામ પ્રોફાઇલ શેર કરતાં લખ્યું, 'મેં ક્યારેય તને બ્લોક નથી કર્યો. મેરે પંગે સરકારનાલ હો સકદે આ, કલાકતારન નાલ નહીં (મારી લડાઈ સરકાર સાથે હોઈ શકે, કલાકારો સાથે નહીં).'
ઢિલ્લોએ આપ્યો વળતો જવાબ
દિલજીત દોસાંજના નિવેદન બાદ જ્યાં લોકો તેના વખાણ કરી રહ્યાં છે, વળી એપી ઢિલ્લોને ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. ટ્રોલ પર સિંગરનું રિએક્શન સામે આવ્યું છે. તેણે ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર લખ્યું, 'હું કંઈપણ કહેવાની પ્લાનિંગ નહતો કરી રહ્યો, એ જાણતા હોવા છતાં કે કોઈ મને નફરત કરશે, પરંતુ કમસેકમ આપણે જાણીએ છીએ કે હકીકત શું છે અને શું નહીં.'