દિલીપ કુમારની પત્ની અને પીઢ અભિનેત્રી સાયરાબાનો ન્યુમોનિયાગ્રસ્ત
- પગની પીંડીઓમાં પણ ગઠ્ઠા જામી જવાથી ઘરમાં પણ હલન-ચલનમાં તકલીફ
મુંબઇ: દિલીપ કુમારની પત્ની અને પીઢ અભિનેત્રી સાયરાબાનોને ન્યુમોનિયા થયાનું નિદાન થયું છે. તેમજ તેના પગની પિંડીઓમાં પણ બે ગઠ્ઠા જામી જવાથી તેને ઘરમાં પણ હલન-ચલનમાં તકલીફ પડી રહી છે.
હાલમાં જ આવેલા એક રિપોર્ટના અનુસાર,૮૦ વરસની સાયરાબાનો હાલમાં સ્વાસ્થય સંબંધી તકલીફોનો સામનો કરી રહી છે.
તેને ઓકટોબરમાં ગંભીર ન્યુમોનિયા થવાથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને એ પછી તેની પિંડીમાં બે ગટ્વા જામી ગયા છે.
જેથી તેને ઘરમાં પણ ચાલવાની તકલીફ થઇ રહી છે. દિલીપ કુમારના નિધન પછી સાયરાબાનોની તબિયત પણ સારી રહેતી નથી.
ઉલ્લખનીય છે કે, સાયરાબાનો અને દીપિલકુમારે ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યુ ંહતું. જેમાં દુનિયા, બૈરાગ, ગોપી, સગીના મહાતો અને સગીના જેવી ફિલ્મો સામેલ છે.