Get The App

કપડાં ઉધાર લઈને પહેરતી હતી આ જાણીતી અભિનેત્રી, કહ્યું - ફેશન પ્રત્યે મારો પ્રેમ સાચો છે...

Updated: Jul 19th, 2024


Google NewsGoogle News
કપડાં ઉધાર લઈને પહેરતી હતી આ જાણીતી અભિનેત્રી, કહ્યું - ફેશન પ્રત્યે મારો પ્રેમ સાચો છે... 1 - image


Sonam Kapoor: ભારતમાં કપડા ઉધાર લઈને પહેરાવનો રીવાજ દરેકને ગળથૂથીમાંથી આપવામાં આવે છે. સામાન્ય લોકો બીજાના કપડા લઈને પહેરે તો સમજાય પરંતુ બોલિવૂડ સેલેબ્સ આવું કરે તો નવાઈ પામે જ. બોલિવૂડની એક એક્ટ્રેસે આ વાતનો સ્વીકાર પણ કર્યો છે કે તે કપડાં ઉધાર લઈને પહેરતી હતી.

સોનમ કપૂરે એક્ટિંગની દુનિયામાં મોટું નામ કમાવ્યું છે. અભિનયની સાથે-સાથે તે ફેશનજગતમાં પણ પોતાની ફેશનસેન્સ માટે આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રખ્યાત છે. ફેશન પ્રત્યેનો તેનો અભિગમ ખૂબ જ અલગ છે. કેઝ્યુઅલ આઉટિંગ હોય કે ગ્લેમરસ રેડ કાર્પેટ ઇવેન્ટ હોય, અભિનેત્રી હંમેશા તેની હટકે સ્ટાઇલ સેન્સથી લોકોનું ધ્યાન આકર્ષિત કરે છે પરંતુ આ વાત ચોંકાવનારી છે કે શરૂઆતના દિવસોમાં એકટ્રેસ કપડાં અન્ય પાસેથી ઉધાર લઇને પહેરતી હતી. જોકે આજના સમયમાં આ નવું નથી પણ જ્યારે સોનમે કરિયરની શરૂઆત કરી ત્યારે જમાનો આ પ્રકારનો નહોતો.

ફેશન માટે અનન્ય પ્રેમ: સોનમ

સોનમ કપૂર કહે છે કે હું જે ડિઝાઈનરોને ઓળખતી હતી તેમાંથી મને જે ગમતું હતું તે જ પહેરવા ઈચ્છતી હતી. મને આ સમજ મારી માતા પાસેથી મળી છે. ઈન્ટરનેશનલ અને ઈન્ડિયન બંને ડિઝાઈનર્સ મને ગમતા હતા. એવું નથી કે હું ફેશન દ્વારા મારી પોતાની એક ઈમેજ બનાવવાનો પ્રયાસ કરી રહી હતી. આ મારો ફેશન પ્રત્યેનો સાચો પ્રેમ હતો.

એકટ્રેસે વધુમાં કહ્યું કે તે સમયે લોકો કપડાં ઉધાર લેતા ન હતા. મારા મતે આટલું બધું ખરીદવાનો કોઈ અર્થ નહોતો. એવું પણ નથી કે, હું વસ્તુઓ, કપડાઓ ખરીદતી નહોતી પરંતુ કપડાં ઉધાર લેવાનું મને વધુ વ્યવહારુ લાગતું હતુ. આંતરરાષ્ટ્રીય લેવલે પણ આ સામાન્ય પ્રથા હતી, પરંતુ ભારતમાં તે સમયે નહોતી.

Sonam Kapoor

કલાજગત, સિનેમા, ફેશન દ્વારા વિશ્વ સમક્ષ ભારતીય સંસ્કૃતિની સમૃદ્ધિ અને વિવિધતાનું પ્રતિનિધિત્વ કરવું મારા માટે ગર્વની વાત છે. રેડ કાર્પેટ હોય કે અન્ય કોઈ સ્ટેજ, હું ભારતીય સંસ્કૃતિની સુંદરતા દર્શાવવાની કોઈ તક ચૂકતી નથી. વિદેશમાં પણ દક્ષિણ એશિયામાંથી આવતા લોકો પોતાની સંસ્કૃતિનું જ પ્રતિનિધિત્વ કરવાનું પસંદ કરે છે અને લોકો જ્યારે તેને ઓળખે છે અને સમજે છે ત્યારે તેની ભરપૂર પ્રશંસા પણ કરે છે. મ્યુઝિયમ, રેડ કાર્પેટ અથવા કોઈપણ પ્લેટફોર્મ દ્વારા હું ભારતીય સંસ્કૃતિની સુંદરતા અને સમૃદ્ધિ દર્શાવવાની દરેક તકને ઝડપી લઉં છું.


Google NewsGoogle News