..તો પૂનમ પાંડેનું મૃત્યુ સર્વાઈકલ કેન્સર નહીં પણ ડ્રગ્સના ઓવરડોઝને કારણે થયું? સોશિયલ મીડિયા પર ચર્ચા
- પૂનમ પાંડેએ 32 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહી દીધુ
Image Source: Twitter
મુંબઈ, તા. 03 ફેબ્રુઆરી 2024, શનિવાર
Poonam Pandey Death: એક્ટ્રેસ અને મોડેલ પૂનમ પાંડેનું ગઈકાલે સર્વાઈકલ કેન્સરના કારણે નિધન થઈ ગયુ છે. પૂનમ પાંડેએ 32 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહી દીધુ છે. પૂનમના મૃત્યુના સમાચાર તેના સત્તાવાર ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી અપાયા હતા. બાદમાં તેની ટીમ દ્વારા કન્ફર્મ કરાયુ હતું કે, પૂનમની બહેને જ તેમને આ સમાચાર આપ્યા છે. જોકે, હજુ થોડા દિવસો પહેલા જ હરતી ફરતી અને સ્વસ્થ દેખાતી હોવાના પૂનમ પાંડેના વીડિયો જોનારા લોકોને આ સમાચાર અવિશ્વસનીય લાગ્યા હતા. આ સમાચાર સામે આવતા જ બધા હેરાન રહી ગયા હતા. જોકે, હવે દાવો કરવામાં આવી રહ્યો છે કે, પૂનમના મોતનું સાચું કારણ સર્વાઈકલ કેન્સર નથી.
તાજેતરમાં જ સામે આવેલા એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, પૂનમ પાંડેના મોતનું કારણ સર્વાઈકલ કેન્સર નહીં પણ ડ્રગ્સનો ઓવરડોઝ છે. પરંતુ સોશિયલ મીડિયા પર યૂઝર્સ હવે તેને પણ સાચું માનવા તૈયાર નથી. સોશિયલ મીડિયા પર લોકોનું કહેવું છે કે, પહેલા કેન્સર અને હવે ડ્રગ્સ ખોટા મૃત્યુ માટે કેટલા કારણો?
શું ડ્રગ્સના ઓવરડોઝને કારણે પૂનમનું મૃત્યુ થયુ?
તાજેતરમાં એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, પૂનમ પાંડેના મોતનું કારણ ડ્રગ્સનો ઓવરડોઝ છે. એક્ટ્રેસના નજીકના સૂત્રોએ અનેક ખુલાસા કર્યા છે. સૂત્રોનું કહેવું છે કે, પૂનમ પાંડેનું મોત સર્વાઈકલ કેન્સરના કારણે નહીં પરંતુ ડ્રગ્સના ઓવરડોઝના કારણે થયુ છે. જોકે, હજુ સુધી એ વાતની પુષ્ટિ નથી થઈ કે, પૂનમ કયા પ્રકારનો નશો કરતી હતી.
સોશિયલ મીડિયા પર ચર્ચાએ જોર પકડ્યુ
જોકે, યૂઝર્સ હવે તેના પર રિએક્શન આપી રહ્યા છે. એક યૂઝરે કોમેન્ટ કરીને લખ્યું કે, કેન્સર બાદ હવે ડ્રગ્સ. ખોટા મૃત્યુ માટે કેટલા કારણો? બીજા એક યૂઝરે લખ્યું કે, બધાને ખબર છે કે, કેન્સરના કારણે એક જ રાતમાં કોઈનું મૃત્યુ નથી થઈ જતું. ત્રીજા એક યૂઝરે લખ્યું કે, મને ખબર છે કે, કોઈ બીમારીના કારણે નહીં પરંતુ SSRની જેમ જ પૂનમ પાંડેનું પણ મોત થયુ છે.
એટલું જ નહીં પરંતુ જ્યારથી પૂનમના મોતના સમાચાર સામે આવ્યા છે ત્યારથી અલગ-અલગ પ્રકારના સમાચારો સામે આવી રહ્યા છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, પૂનમનું મૃત્યુ સર્વાઈકલ કેન્સરથી થયું છે તો કેટલાક રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી જ્યાં તેનું મૃત્યુ થઈ ગયુ હતું. જોકે, સોશિયલ મીડિયા પર યુઝર્સ અનુમાન લગાવી રહ્યા છે કે, આ માત્ર અફવા છે.
પૂનમના મોતના સમાચાર પર દરેક વ્યક્તિ હેરાન છે અને હજુ સુધી તેની ફેમિલી તરફથી કોઈ રિએક્શન સામે નથી આવ્યું.