મીટૂના આરોપોએ દિગ્ગજ ડિરેક્ટરનું જીવન બરબાદ કર્યું? દર્દ છલકાતાં કહ્યું - અનેકવાર આપઘાતના પ્રયાસ કર્યા
Image: Facebook
Sajid Khan On Metoo Allegations: વર્ષ 2018માં હોલિવૂડના 'મીટૂ' કેમ્પેઈનની શરૂઆત થઈ હતી. હોલિવૂડથી શરૂ થયેલા આ કેમ્પેઈનની આગ બોલિવૂડ સુધી પહોંચી અને ઘણા દિગ્ગજ સ્ટાર્સ તેનો ભોગ બન્યા. બોલિવૂડનો ડાયરેક્ટર સાજિદ ખાન પણ તેની ચપેટમાં આવ્યો અને તેનું જીવન બરબાદ થઈ ગયું. સાજિદ ખાને આ મુદ્દે દુ:ખ વ્યક્ત કર્યું છે. સાજિદ ખાને તાજેતરમાં આપેલા એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે 'ગત 6 વર્ષમાં મે પોતાનું જીવન ખતમ કરવાના ઘણી વખત પ્રયત્ન કર્યા છે. મીટૂ કેમ્પેઈન બાદ મારું કરિયર પણ તબાહ થઈ ગયું હતું.'
ઘણી વખત જીવનનો અંત લાવવા ઈચ્છતો હતો
સાજિદ ખાને આ મુદ્દે ખુલીને વાત કરી છે. જેમાં સાજિદ ખાને જણાવ્યું, 'મે છેલ્લા છ વર્ષમાં ઘણી વખત પોતાનું જીવન ખતમ કરવા વિશે વિચાર્યું છે. આ મારા જીવનનો સૌથી ખરાબ સમય રહ્યો છે. ફિલ્મ એન્ડ ટેલિવિઝન ડાયરેક્ટર્સ એસોસિએશનથી લીલી ઝંડી મળ્યા બાદ પણ મારી પાસે 6 વર્ષ સુધી કામ રહ્યું નહીં. હું 14 વર્ષથી આ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરી રહ્યો છું. મારા પિતાજી બાદ અમે તમામ ભાઈ-બહેનોએ અહીં કામ કરવાનું શરૂ કર્યું હતું. મને ખુશી થાત જો મારા માતા એ જોવત કે હું ફરીથી પગભર થઈ રહ્યો છું. છેલ્લા 6 વર્ષમાં હું પોતાના કરિયરના સૌથી ખરાબ સમયમાંથી પસાર થયો છું.'
આ પણ વાંચો: ભારતની સૌથી ધનિક અભિનેત્રી, કિંગ ખાન સાથે કરે છે બિઝનેસ, નેટવર્થનો આંકડો ચોંકાવનારો
હાઉસફુલ-4 દરમિયાન લાગ્યા હતા ગંભીર આરોપ
વર્ષ 2018માં હોલિવૂડથી શરૂ થયેલું એક કેમ્પેઈન 'મીટૂ' એ બોલિવૂડમાં પણ ખૂબ હોબાળો મચાવ્યો હતો. આ કેમ્પેઈનમાં બોલિવૂડની એક્ટ્રેસે પણ ભાગ લીધો અને પોતાની સાથે થયેલા અનુભવને જણાવ્યા. આ દરમિયાન સાજિદ જ્યારે પોતાની ફિલ્મ હાઉસફુલ 4 નું શૂટિંગ કરી રહ્યો હતો. ત્યારે શર્લિન ચોપડા સહિત અમુક એક્ટ્રેસે સાજિદ ખાન પર પણ મીટૂના આરોપ લગાવ્યા હતા. તે બાદ સાજિદે ખૂબ ટીકાનો સામનો કરવો પડ્યો હતો. આ આરોપો બાદથી સાજિદનું જીવન સંપૂર્ણરીતે બદલાઈ ગયુ.