એક્ટ્રેસ ઈશા દેઓલ પતિથી અલગ થઈ ગઈ? ભરત તખ્તાનીને લઈને સામે આવી ચોંકાવનારી માહિતી
-ઈશા અને પતિ ભરત તખ્તા બંને લાંબા સમયથી કોઈ ઈવેન્ટ કે પાર્ટીમાં સાથે જોવા મળ્યા નથી.
નવી મુંબઇ,તા. 17 જાન્યુઆરી 2024, બુધવાર
પીઢ બોલિવૂડ એક્ટર ધર્મેન્દ્ર અને ડ્રીમ ગર્લ હેમા માલિની ઈન્ડસ્ટ્રીનું મોટું નામ છે. આ બંને સ્ટાર્સે પોતાના કરિયરમાં ઘણી હિટ ફિલ્મો આપી છે. આ કપલની દીકરી ઈશા દેઓલ પણ બોલિવૂડનો ભાગ રહી ચૂકી છે. ઈશા દેઓલ તેની પ્રોફેશનલ લાઈફ કરતાં તેના અંગત જીવન માટે વધુ સમાચારોમાં રહે છે. તાજેતરમાં ઈશા દેઓલને લઈને આવા સમાચાર સામે આવ્યા છે. આ સાંભળીને બધાને નવાઈ લાગી. ધર્મેન્દ્ર અને હેમા માલિનીની મોટી દીકરી એશા દેઓલ અને તેના પતિ ભરત તખ્તાનીના અલગ થવાના સમાચાર છે.
બોલિવૂડના કોરિડોરમાં એવી ગોસિપ ચાલી રહી છે કે, ઈશા તેના પતિ ભરત તખ્તાનીથી અલગ થવા જઈ રહી છે. બંને લાંબા સમયથી કોઈ ઈવેન્ટ કે પાર્ટીમાં સાથે જોવા મળ્યા નથી. આ સિવાય અભિનેત્રીએ લાંબા સમયથી તેના પતિ સાથે કોઈ તસવીર શેર કરી નથી. તેમનો છેલ્લો ફોટો 30 જૂન, 2023નો છે. એશા દેઓલ મોટાભાગે તેની માતા હેમા માલિની સાથે જોવા મળે છે. આ કપલના લગ્ન 29 જૂન 2012ના રોજ થયા હતા. બંનેના લગ્ન ઇસ્કોન મંદિરમાં ખૂબ જ સાદગી સાથે થયા હતા. તેમના બે બાળકો પણ છે.
છૂટાછેડાના સમાચારે કેમ વેગ પકડ્યો?
બોલિવૂડ લાઈફ અને બોલિવૂડ શાદી.કોમમાં પ્રકાશિત એક ન્યુઝ અનુસાર, આ બાબતો ત્યારે સામે આવી જ્યારે તાજેતરમાં જ એક સોશિયલ મીડિયા યુઝરે Reddit પર એક પોસ્ટ શેર કરી. આ પોસ્ટમાં યુઝર દાવો કરી રહ્યો છે કે, એશા દેઓલે પતિથી અલગ થઇ ગઇ છે.તેથી તે પબ્લિકલી એકસાથે જોવા મળતા નથી.
પોસ્ટે ભરતની ગર્લફ્રેન્ડ હોવાનો દાવો કર્યો
યુઝરે તેની પોસ્ટમાં એવો પણ દાવો કર્યો હતો કે, તેણે ઈશા દેઓલના પતિ ભરતને બેંગલુરુમાં ન્યુ યરની એક પાર્ટીમાં જોયો હતો. જ્યાં તે તેની એક કથિત ગર્લફ્રેન્ડ સાથે હતો. એવું પણ કહેવામાં આવ્યું હતું કે, ભરતની ગર્લફ્રેન્ડ બેંગ્લોરમાં જ રહે છે. જો કે હજુ સુધી દેઓલ પરિવાર તરફથી આ અંગે કોઇ પ્રતિક્રિયા સામે આવી નથી.
યુઝર્સે ભરતને ટ્રોલ કર્યો હતો
સોશિયલ મીડિયા પર આ સમાચાર સામે આવ્યા બાદ યુઝર્સે તેના પર રિએક્શન આપવાનું શરૂ કરી દીધું છે. એક યુઝરે લખ્યું કે, 'ભરતને જોઈને લાગતું હતું કે તે પોતાના પરિવાર અને પત્નીને ખૂબ પ્રેમ કરે છે.' બીજા યુઝરે લખ્યું, 'ઈશા સાથે તે ન થવું જોઈએ જે તેની માતા સાથે થયું..'
આ સ્ટાર કપલ અવારનવાર સોશિયલ મીડિયા પર એકબીજા સાથે તસવીરો શેર કરતા જોવા મળે છે. જો કે, આ વખતે ભરત એશા દેઓલના જન્મદિવસની ઉજવણીમાં પમ નહોતો. હેમા માલિનીના જન્મદિવસ પર પણ ભરત જોવા મળ્યો ન હતો. જેથી એશા અને ભરત બંને અલગ થઇ ગયા હોય તેવા સમાચારે વેગ પકડ્યો છે.