દિયા મિર્ઝાની ૨૫ વર્ષીય ભાણેજનું અકસ્માતમાં નિધન
- અભિનેત્રીએ આ દુઃખદ સમચારને ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા
મુંબઇ : દિયા મિર્ઝાની ૨૫ વર્ષીય ભાણેજ તાન્યા કાકડેનું કાર અકસ્માતમાં નિધન થઇ ગયું છે. અભિનેત્રીએ આ દુઃખદ સમાચારને પોતાની ભાણેજની તસવીર શેર કરીને ફેન્સને તેના નિધનના સમચાર આપ્યા છે. સાથેસાથે તેણેે એક પોસ્ટ પણ શેર કરી છે. ઉલ્લેખનીય છે કે, તાન્યા કોંગ્રેસ નેતા ફિરોઝ ખાનની પુત્રી છે.
દિયાએ ઇન્સ્ટાગ્રામ પર ભાણેજની તસવીર શેર કરીને કેપ્શનમાં લખ્યું છે કે, મારી ભાણેજ, મારી દીકરી સમાન, મારી જાન, આ દુનિયા છોડીને ચાલી ગઇ છે. મારી ડાર્લલિંગ તું જ્યાં પણ ત્યાં તમને શાંતિ અને પ્રેમ મળે. તે હંમેશા અમને ખુશી આપી છે.ઓમ શાંતિ.
તાન્યાની કારનો અકસ્માત શમસાબાદ એરપોર્ટ રોડ પર થયો છે. તે પોતાના મિત્રો સાથે આઇ ૨૦ કારમાં ઘરે પાછી ફરી રહી હતી. રિપોર્ટમાં પહેલા એમ જણાવામાં આવ્યું હતું કે, તાન્યાની કાર ડિવાઇડર સાથે ટકરાયા પછી પલટી થઇ ગઇ હતી અને ઘટનાસ્થળે જ તેનું મૃત્યુ થયું હતું. કારમાં બેઠેલા અન્ય બે લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે તેમજ તેમની તબિયત ગંભીર ન હોવાનું કહેવાઇ રહ્યું છે. શમશાબાદના એસીપીના જણાવ્યા અનુસાર, સોમવારની રાતના લગભગ ૧૨.૦૫ વાગ્યે એક આઇ ૨૦ કાર શમશાબાદ રોડ પરના ડિવાઇડર સાથે ટકરાઇ ગઇ હતી. એક્સીડન્ટમાં તાન્યાને માથામાં ગંભીર ઇજા થઇ હતી. તેને તરત જ સ્માનિયા જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી જ્યાં ડોકટરોએ તેને મૃત ઘોષિત કરી હતી.
કાર ડ્રાઇવરનું નામ અલી મિર્જા હોવાનું કહેવાય છે. કારમાં બેઠેલી અન્ય યુવતીઓને હળવી ઇજા થઇ છે અને તેમની સારવાર ચાલી રહી છે. પોલીસે અકસ્તમાતનો કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.