વોટ આપવા આવેલા ધર્મેન્દ્રને કેમ આવ્યો ગુસ્સો? લાલચોળ થઈને કહ્યું- બધી ખબર છે શું બોલાવવા માંગો છો

Updated: May 20th, 2024


Google NewsGoogle News
વોટ આપવા આવેલા ધર્મેન્દ્રને કેમ આવ્યો ગુસ્સો? લાલચોળ થઈને કહ્યું- બધી ખબર છે શું બોલાવવા માંગો છો 1 - image
Image Twitter 

Actor Dharmendra was furious : હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના દિગ્ગજ સ્ટાર ધર્મેન્દ્ર સોમવારે મુંબઈના જુહુ વિસ્તારમાં મતદાન કરવા પહોંચ્યા હતા. મતદાન કરવા આવેલા ધર્મેન્દ્ર લાલ ચેક શર્ટમાં જોવા મળ્યા હતા. ધર્મેન્દ્ર મોટાભાગે તેમના ચાહકો અને પેપ્સ સાથે ઘણી ખૂબ જ શાંતિથી અને પ્રેમથી વાત કરતાં હોય છે, પરંતુ આજે તેઓ અચાનક ચિડાઈ ગયા હતા અને ગુસ્સામાં કરતાં જોવા મળ્યા હતા. સોશિયલ મીડિયા પર ધર્મેન્દ્રનો એક વીડિયો સામે આવ્યો છે, જેને જોઈને તેમના ફેન્સ પણ નવાઈ પામ્યા હતા. આ વાયરલ વીડિયોમાં ધર્મેન્દ્ર પાપારાઝી પર ગુસ્સે થતા દેખાઈ રહ્યા છે. આવામાં ચાહકોને એ જાણવાની ઈચ્છા થાય કે, એવું શું થયું કે ધર્મેન્દ્ર અચાનક આટલા ગુસ્સે થઈ ગયા.

મુંબઈના જુહુમાં ધર્મેન્દ્રએ પોતાનો મત આપ્યો

સોમવારે હી-મેન તેમનો મત આપવાં મુંબઈના જુહુમાં પહોંચ્યા હતા. મત આપીને જ્યારે ધર્મેન્દ્ર બહાર નીકળી રહ્યા હતાં ત્યારે પાપારાઝીએ તેમને કંઈક એવું પૂછ્યું જેનાથી ધર્મેન્દ્ર ગુસ્સે થઈ ગયા. ત્યાર બાદ તેઓ પાપારાઝીને સલાહ આપતા પણ જોવા મળી રહ્યા હતા. હકીકતમાં પાપારાઝીએ 88 વર્ષીય અભિનેતાને પાપારાઝીએ વોટિંગ સંબંધિત પ્રશ્ન પૂછ્યો હતો, જેના કારણે તેઓ ગુસ્સે થઈ ગયા હતા અને તેમણે પાપારાઝીને સલાહ પણ આપી હતી. ધર્મેન્દ્રનો આ વીડિયો પાપારાઝી વરિંદર ચાવલાએ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

સારા નાગરિક બનો : ધર્મેન્દ્ર

વીડિયોમાં ધર્મેન્દ્ર કહે છે- 'દોસ્ત, સારા નાગરિક બનો, અમીર બાળક બનો. તમારા માતાપિતાને પ્રેમ કરો, હું જાણુ છું કે તમે મને શું કહેવડાવા માંગો છો. સોશિયલ મીડિયા પર ધર્મેન્દ્રનો આ વીડિયો જોઈ ઘણા યુઝર્સ તેમની નારાજગીનું કારણ પણ પૂછી રહ્યા છે. તો કેટલાક યુઝર્સે વીડિયો પર કોમેન્ટ કરતા ધર્મેન્દ્રને તેમની ઉંમરને ધ્યાનમાં રાખીને આ રીતે ઘેરી ન લેવાની સલાહ આપી હતી. ધર્મેન્દ્રનો વીડિયો જોયા પછી યુઝર્સ ખુલ્લેઆમ તેમને સમર્થન કરી રહ્યા છે. 

હાઉસફુલ 5માં જોવા મળશે ધર્મેન્દ્ર

વર્ક ફ્રન્ટ વિશે વાત કરવામાં આવે તો, ધર્મેન્દ્ર થોડા દિવસો પહેલા રણવીર સિંહ-આલિયા ભટ્ટ સ્ટારર 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની' અને શાહિદ કપૂર-કૃતિ સેનન સ્ટારર 'તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા' જેવી ફિલ્મોમાં જોવા મળ્યા હતા. બંને ફિલ્મો દર્શકોને ખૂબ જ પસંદ આવી છે. અને તેમા ખાસ કરીને ધર્મેન્દ્રના કામને દર્શકોએ ખૂબ વખાણ કર્યા હતા. અને હવે ટૂંક સમયમાં આવનારી ફિલ્મ 'હાઉસફુલ 5'માં પણ ધર્મેન્દ્ર જોવા મળશે. નવાઈની વાત તો એ છે કે, 88 વર્ષની વયે પણ ધર્મેન્દ્ર સતત કામ કરી રહ્યા છે.



Google NewsGoogle News