Get The App

ધર્મેન્દ્રએ કારકિર્દીના 64 વર્ષ બાદ પોતાનું નામ બદલ્યું

Updated: Feb 10th, 2024


Google News
Google News
ધર્મેન્દ્રએ કારકિર્દીના 64 વર્ષ બાદ પોતાનું નામ બદલ્યું 1 - image


મુંબઇ : ધર્મેન્દ્રએ કારકિર્દીના ૬૪ વર્ષ બાદ પડદા પર કલાકાર તરીકેની ક્રેડિટમાં પોતાનું નામ ધર્મેન્દ્રથી બદલીને ધર્મેન્દ્રસિંહ દેઓલ એવું કર્યું છે. 

ધર્મેન્દ્રએ અભિનયની કારકિર્દી ૧૯૬૦માં ફિલ્મ 'દિલ ભી તેરા હમ તેરે'થી કરી હતી. ત્યારથી તેઓ ધર્મેન્દ્ર તરીકે જ  ઓળખાય છે. જોકે  હાલમાં રીલીઝ થયેલી 'તેરી બાતોં મે ઐસા ઉલઝા જિયા' ફિલ્મમાં ક્રેડિટ લાઈનમાં ધર્મેન્દ્ર સિંહ દેઓલ એવો ઉલ્લેખ જોવા મળ્યો છે.સની દેઓલ અને બોબી દેઓલ તેમની પહેલી જ ફિલ્મથી દેઓલ સરનેમનો ઉપયોગ કર્યો છે. પરંતુ, ધર્મેન્દ્રએ માત્ર ધર્મેન્દ્ર તરીકે જ ઓળખાવાનું પસંદ કર્યું હતું. 

વાસ્તવમાં સની દેઓલની ફિલ્મ કારકિર્દી શરુ થઈ તે પછી ઘણા ચાહકોને ખબર પડી હતી કે ધર્મેન્દ્રની સરનેમ દેઓલ છે.

Tags :
Dharmendra

Google News
Google News