Get The App

ધર્મેન્દ્રએ હેમા તથા પુત્રીઓ ઈશા, આહનાની માફી માગી

Updated: Jun 29th, 2023

GS TEAM


Google News
Google News
ધર્મેન્દ્રએ હેમા તથા પુત્રીઓ ઈશા, આહનાની માફી માગી 1 - image


- કરણના લગ્નમાં હાજર ન રહેતાં વસવસો

- હું જાતે વાત કરી શક્યો હોત પણ વય અને બીમારીને લીધે શક્ય ન બન્યુઃધર્મેન્દ્રની પોસ્ટ

મુંબઇ: ધર્મેન્દ્રએ પોતે બીજી પત્ની હેમા  માલિની તથા તેમની દીકરીઓ ઈશા તથા આહનાને પહેલી પત્ની પ્રકાશ થકી થયેલા પુત્ર સની દેઓલના દીકરા કરણના લગ્નમાં પોતે જાતે આમંત્રણ ન આપી શક્યો  તેનો વસવસો વ્યક્ત કર્યો છે અને તેમની માફી માગી છે. 

ધર્મેન્દ્રએ સોશયલ મીડિયા પર પુત્રી ઇશા સાથે પોતાની તસવીર શેર કરી છે.  તેની સાથે પોસ્ટ મૂકી તેણે જણાવ્યું છે કે હું તમને વ્યક્તિગત કહી શક્યો હોત પણ વય તથા બીમારીને કારણે તે શક્ય બન્યું નથી. 

જોકે, ધર્મેન્દ્રએ પોતે કરણના લગ્નના સંદર્ભમાં આ પોસ્ટ મૂકી હોવાનો ફોડ પાડયો નથી પરંતુ પોસ્ટ પરથી એ સ્વયંસ્પષ્ટ છે કે ધર્મેન્દ્રને પહેલી પત્ની સાથેના પરિવારના લગ્નમાં બીજી પત્નીના પરિવારની ગેરહાજરી સાલી હતી. 

ઈશાએ આ પોસ્ટના જવાબમાં લખ્યું છે કે પપ્પા અમે તમને બિનશરતી પ્રેમ કરીએ છીએ. 

ઉલ્લેખનીય છે કે સની દેઓલે આ લગ્નમાં સાવકી બહેનો ઈશા તથા આહનાને આમંત્રણ આપ્યું હોવાનું કહેવાય છે. જોકે, માતા હેમાની જેમ આ બંને બહેનોએ લગ્નમાં હાજરી આપી ન હતી. બાદમાં ઈશાએ સોશિયલ મીડિયા પર જ શુભેચ્છા પાઠવી દીધી હતી. 

Tags :