Get The App

એશાને પતિ સાથે સમાધાન કરી લેવા ધર્મેન્દ્રની સલાહ

Updated: Feb 18th, 2024


Google NewsGoogle News
એશાને પતિ સાથે સમાધાન કરી લેવા ધર્મેન્દ્રની સલાહ 1 - image


છૂટાછેડાના નિર્ણયથી ધર્મેન્દ્ર અપસેટ

હેમા માલિની દીકરીના સપોર્ટમાંઃ બાળકોનો વિચાર કરવા ધર્મેન્દ્રની ભલામણ

મુંબઈ: દીકરી એશા દેઓલને છૂટાછેડા બાબતે પુનઃવિચારણા કરવા માટે પિતા ધર્મેન્દ્રએ સલાહ આપી હોવાનું કહેવાય છે. માતા હેમા માલિની એશાના નિર્ણયના સપોર્ટમાં છે પરંતુ ધર્મેન્દ્રના મતે છૂટાછેડાના કારણે બાળકોનાં ભવિષ્ય પર અસર થઈ શકે છે. 

ધર્મેન્દ્ર અને હેમા માલિનીની દીકરી એશા દેઓલે થોડા દિવસો પહેલાં પોતે અને પતિ ભરત તખ્તાની અલગ પડી રહ્યાં હોવાની જાહેરાત કરી હતી. 

એશાએ છૂટાછાડે માટે કોઈ ચોક્કસ કારણ આપ્યું ન હતું. પરંતુ, બોલીવૂડ વર્તુળોમાં ચર્ચા અનુસાર ભરત તખ્તાનીનાં લગ્નબાહ્ય સંબંધોના કારણે પતિ-પત્ની વચ્ચે કડવાશ વધી હતી. એશા છેલ્લા કેટલાય સમયથી પતિ સાથે રહેવાને બદલે માતા હેમા સાથે જ રહેતી હોવાની પણ ચર્ચા હતી. 

હેમા માલિની દીકરીના  નિર્ણયના સપોર્ટમાં છે અને તેના મતે એશાને પોતાની અંગત જિંદગીના તમામ નિર્ણયો લેવાની છૂટ છે. જોકે, પિતા ધર્મેન્દ્ર એશાના આ નિર્ણયથી વ્યથિત છે. તેમના મતે કોઈપણ યુગલના છૂટાછેડાથી બાળકોના ભવિષ્ય પર અસર પડી શકે છે અને તેથી સંતાનો ખાતર થઈને પણ માતાપિતાએ છૂટાછેડા ટાળવા જોઈએ. તેમણે એશાને પતિ સાથે સમાધાન કરી લેવા પણ જણાવ્યું હોવાનું કહેવાય છે. ભરત તખ્તાનીને ધર્મેન્દ્ર માટે સવિશેષ આદર છે. જોકે, ધર્મેન્દ્રએ આ બાબતે તેમના સંપર્કમાં છે કે કેમ તે જાણવા મળ્યું નથી. એશા અને ભરતને બે નાની દીકરીઓ છે. એશાએ પતિ સાથે છૂટી પડી રહી હોવાની જાહેરાત કરી હતી ત્યારે જ જણાવ્યું હતું કે તે અને ભરત દીકરીઓ માટે માતા-પિતા તરીકેની સંયુક્ત ફરજો બજાવવાનું જારી રાખશે. 


Google NewsGoogle News