ધનુષની ઈલિયારાજાની બાયોપિક અભેરાઈ પર ચઢી ગઈ
- પ્રોડયૂસરોએ હાથ અદ્ધર કરી દીધા
- ધનુષે પોતાના સંપર્કોનો ઉપયોગ કરી ફાઈનાન્સ માટે પ્રયાસ કર્યો પરંતુ કોઈએ સહકાર ન આપ્યો
મુંબઈ : સાઉથના લિજન્ડરી સંગીતકાર ઇલિયારાજાની બાયોપિક અભેરાઈ પર ચડી ગઈ છે. ધનુષ આ ફિલ્મમાં ઈલિયારાજાની ભૂમિકા ભજવવાનો હતો.
ગયા માર્ચ માસમાં કમલ હાસને આ ફિલ્મની અધિકૃત ઘોષણા સાથે પોસ્ટર રીલિઝ કર્યું હતું. તે વખતે થયેલી જાહેરાત અનુસાર અરુણ માથેશ્વરન આ ફિલ્મનું દિગ્દર્શન કરવાના હતા.
જોકે, તમિલ ફિલ્મ ઉદ્યોગના સૂત્રોના જણાવ્યા અનુસાર નિર્માતાઓને આ ફિલ્મ નફાકારક લાગી નથી. તેથી તેમણે તેમાં પૈસા રોકવાનો ઈનકાર કરી દીધો છે. તે પછી ધનુષે પણ પોતાના વ્યક્તિગત સંપર્કોનો ઉપયોગ કરી અનેક પ્રોડયૂસર તથા ફાઈનાન્સિઅર્સનો સંપર્ક કરી જોયો છે. પરંતુ, કોઈ આ ફિલ્મ માટે ભંડોળ આપવા તૈયાર નથી.
આ ફિલ્મ પડતી મૂકાઈ હોવાના અહેવાલોથી ઈલિયારાજાના ચાહકો ભારે અફસોસ વ્યક્ત કરી રહ્યા છે.