Get The App

ધનુષે વિક્કી કૌશલનું પત્તું કાપીને 'તેરે ઈશ્ક મેં' મેળવી

Updated: Jun 23rd, 2023


Google NewsGoogle News
ધનુષે વિક્કી કૌશલનું પત્તું કાપીને 'તેરે ઈશ્ક મેં' મેળવી 1 - image


- છેક સુધી વિક્કીનું જ નામ ફાઈનલ હતું

- આનંદ એલ રાય અને ધનુષના કોલબરેશનની વાતો વચ્ચે નવો ઘટસ્ફોટ

મુંબઇ : આનંદ એલ રાય અને ધનુષ  'તેરેઇશ્ક મેં' ફિલ્મથી ફરી કોલબરેશન કરી રહ્યાની જાહેરાત થઈ છે. પરંતુ, હવે એવી નવી વાત બહાર આવી છે કે વાસ્તવમાં આ ફિલ્મમાં વિક્કી કૌશલનો રોલ ધનુષે છિનવી લીધો છે. 

બોલીવૂડમાં ચર્ચા અનુસાર આ રોલ પહેલાં વિક્કીને ઓફર કરાયો હતો. હજુ હમણા સુધી એમ જ મનાતું હતું કે વિક્કી આ ફિલ્મ કરી રહ્યો છે. બીજી તરફ ધનુષ પણ 'અતરંગી રે' પછી આનંદ એલ. રાયની ફિલ્મ માટે બહુ ઉત્સુક નથી એવો દાવો કરાતો હતો. જોકે, રાતોરાત ચિત્ર બદલાઈ ગયું હતું અને વિક્કીના સ્થાને ધનુષ ગોઠવાઈ ગયો હતો. આ નિર્ણયથી બંનેના ચાહકોને આંચકો લાગ્યો છે. ધનુષ મોટાભાગે સાઉથની ફિલ્મો કરે છે અને તેની અને વિક્કીની ક્યાંય દૂર દૂર સુધી સ્પર્ધા જ નથી. 

શક્ય છે કે આનંદ એલ. રાય અને વિક્કી વચ્ચે છેલ્લી ઘડીએ કોઈ વાત પર મતભેદ થયા હશે એટલે વિક્કીએ આ ફિલ્મ છોડી દીધી છે. 


Google NewsGoogle News