ધનુષ અને ઐશ્વર્યાએ કાયદેસર છૂટાછેડા લેવાનું હાલ ટાળ્યું
- રજનીકાન્તના દીકરી-જમાઇ પોતાના સંબંધને વધુ એક તક આપવાના મૂડમાં
મુંબઇ : રજનીકાન્તની પુત્રી ઐશ્વર્યા અને સુપરસ્ટાર એક્ટર જમાઇ ધનુષે આ વરસના જાન્યુઆરી મહિનામાં છૂટાછેડા લેવાનો નિર્ણય કર્યો હતો. જોકે, હવે તેમણે હાલ પુરતા કાયદેસરના છૂટાછેડા લેવાનું ટાળ્યું હોવાનું કહેવાય છે.
ધનુષ અને ઐશ્વર્યા છેલ્લા નવ મહિનાથી અલગ રહે છે.
એમ કહેવાય છે કે બંનેના પરિવારો વચ્ચે એક મીટિંગ થઈ હતી. જેમાં કાયદેસરના છૂટાછેડા હાલ મુલત્વી રાખી સંબંધને એક તક આપી જોવાના પ્રયાસ કરવાનો અનુરોધ યુગલને કરવામાં આવ્યો હતો.
આ અગાઉ પણ એકવાર રજનીકાંતે દખલ દઈને બંનેનો લગ્નવિચ્છેદ અટકાવ્યો હતો.
ધનુષ અને ઐશ્વર્યાએ બંનેએ એક સંયુક્ત ઘોષણા સાથે અલગ રહેવાની જાહેરાત કરી હતી. જોકે, હવે આ પુનઃમેળાપના પ્રયાસો અંગે કોઈએ સત્તાવાર રીતે કશું જણાવ્યું નથી.