Get The App

યુઝવેન્દ્ર ચહલ સાથે છૂટાછેડા બાદ ધનશ્રીની ક્રિપ્ટિક પોસ્ટ વાઈરલ, ફેન્સ પણ દંગ રહી ગયા

Updated: Apr 5th, 2025

GS TEAM


Google News
Google News
યુઝવેન્દ્ર ચહલ સાથે છૂટાછેડા બાદ ધનશ્રીની ક્રિપ્ટિક પોસ્ટ વાઈરલ, ફેન્સ પણ દંગ રહી ગયા 1 - image


Image Source: Twitter

Dhanashree Verma Cryptic Post Viral: ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ સાથે છૂટાછેડા બાદથી કોરિયોગ્રાફર અને એક્ટ્રેસ ધનશ્રી વર્મા સતત ચર્ચામાં છે. યુઝવેન્દ્ર ચહલ સાથે ઓફિશિયલી અલગ થયા બાદ ધનશ્રી રોજ સોશિયલ મીડિયા પર ક્રિપ્ટિક પોસ્ટ શેર કરતી રહે છે, જે ખૂબ વાઈરલ થઈ રહી છે. હવે ધનશ્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર પોતાની કેટલીક સ્ટનિંગ તસવીરો શેર કરી છે. સેલ્ફી ફોટોઝમાં ધનશ્રી ખૂબ જ ફ્રેશ લુકમાં દેખાઈ રહી છે. વ્હાઈટ ટેંક ટોપમાં ધનશ્રીનું લુક જોવા લાયક છે. તે ખૂબ જ ગ્લો કરી રહી છે. ધનશ્રીએ અનેક અલગ-અલગ અંદાજમાં પોઝ આપ્યા છે. 

ધનશ્રીની ક્રિપ્ટિક પોસ્ટ વાઈરલ

ધનશ્રીએ પોતાની તસવીરો સાથે એક ક્રિપ્ટિક કેપ્શન પણ લખ્યું છે, જેની હવે ખૂબ ચર્ચા થઈ રહી છે. ધનશ્રીએ લખ્યું કે, 'રુકકર દેખના ઠીક હૈ.' ધનશ્રીનું બિંદાસ એટીટ્યૂડ ચાહકોને ખૂબ પસંદ આવી રહ્યું છે. પરંતુ ચહલના ચાહકો ધનશ્રીને કોમેન્ટ સેક્શનમાં ટ્રોલ કરી રહ્યા છે. 


 યુઝવેન્દ્રનું નામ RJ મહવશ સાથે જોડાઈ રહ્યું છે

તમને જણાવી દઈએ કે, ધનશ્રી વર્મા અને યુઝવેન્દ્ર ચહલના લગ્ન ડિસેમ્બર 2020માં થયા હતા. પરંતુ થોડા જ વર્ષોમાં તેમના સંબંધોમાં અણબનાવના સમાચાર આવવા લાગ્યા. બીજી તરફ હવે બંને ઓફિશિયલી છૂટાછેડા લઈને અલગ થઈ ગયા છે. છૂટાછેડા બાદ ધનશ્રી પોતાના કામ પર ફોકસ કરી રહી છે, જ્યારે યુઝવેન્દ્રનું નામ RJ મહવશ સાથે જોડાઈ રહ્યું છે.

આ પણ વાંચો: મને લગ્નનો કોન્સેપ્ટ જ નથી સમજાતો: ચહલ સાથે ડેટિંગની અફવા વચ્ચે મહવશે તોડ્યું મૌન


Tags :