ફિલ્મ ધડક-2 માંથી જાહ્નવી કપૂરનું પત્તુ કપાયૂ, આ નેશનલ ક્રશની થશે ફિલ્મમાં એન્ટ્રી

Updated: May 22nd, 2024


Google NewsGoogle News
ફિલ્મ ધડક-2 માંથી જાહ્નવી કપૂરનું પત્તુ કપાયૂ, આ નેશનલ ક્રશની થશે ફિલ્મમાં એન્ટ્રી 1 - image


Dhadak 2: બોલીવૂડની એકટ્રેસ જાહ્નવી કપૂર અને ઈશાન ખટ્ટરે વર્ષ 2018માં ફિલ્મ 'ધડક' થી તેમની અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી. કરણ જોહરે આ ફિલ્મ દ્વારા બંને સ્ટાર કિડ્સને લોન્ચ કર્યા હતા. જાહ્નવીની પ્રથમ ફિલ્મને પણ દર્શકોનો સારો પ્રતિસાદ મળ્યો હતો. હવે આ ફિલ્મની સિક્વલ બનવા જઈ રહી છે. જો કે હજુ સુધી તેની જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ રિપોર્ટનું માનીએ તો મેકર્સે ધડકની સિક્વલ પર કામ શરૂ કરી દીધું છે.

કરણ જહોરને આ ફિલ્મ વિશે પૂછવામાં આવ્યું હતુ ત્યારે કરણે આ અહેવાલોને નકારી કાઢ્યા. પરંતુ ફરી એકવાર 'ધડક'ની સિક્વલની ચર્ચા થઈ રહી છે. એટલું જ નહીં, ફિલ્મને લઈને નવા અપડેટ્સ પણ સામે આવ્યા છે. રિપોર્ટ અનુસાર, 1 મિનિટનો ટીઝર વીડિયો તૈયાર કરવામાં આવ્યો છે. 

આ ફિલ્મ માટે કરણ જોહરે ફ્રેશ જોડી પસંદ કરી હતી તેવી જ રીતે 'ધડક 2'માં પણ નવી જોડી જોવા મળશે. રિપોર્ટમાં સિક્વલમાં જે સ્ટાર્સને કાસ્ટ કરવામાં આવશે તેમના નામ પણ સામે આવ્યા છે. રિપોર્ટ્સનું માનીએ તો કરણ જોહર આ ફિલ્મ માટે સિદ્ધાંત ચતુર્વેદી અને તૃપ્તિ ડિમરીને સાથે લાવવા જઈ રહ્યો છે.

રણબીર કપૂરની એનિમલથી તૃપ્તિ ડિમરી સતત નિર્દેશકોની પસંદગી રહી છે. 900 કરોડની આ ફિલ્મે તૃપ્તિના ફેન ફોલોઈંગમાં પણ ઘણો વધારો કર્યો છે. આ પિક્ચર બ્લોકબસ્ટર બનતાની સાથે જ અભિનેત્રીને ઘણી ફિલ્મોની ઓફર મળી હતી.જ્યારે  સિદ્ધાંત ચતુર્વેદી પણ એક સારી ફિલ્મની શોધમાં છે. આ પહેલા તે ગહરાઇયા, ખો ગયે હમ કહાં અને ફોન ભૂત જેવી ફિલ્મોમાં જોવા મળી ચૂક્યો છે.


Google NewsGoogle News