સતત ફલોપ છતાં ટાઈગરને નવી ફિલ્મ મળી

Updated: Nov 10th, 2023


Google NewsGoogle News
સતત ફલોપ છતાં ટાઈગરને નવી ફિલ્મ મળી 1 - image


- આવતાં વર્ષથી શૂટિંગ શરુ થશે 

- ટાઈગર  બીબાઢાંળ એક્શન દૃશ્યો કરે છે તેવી ટીકા ગણપત વખતે થઈ હતી

મુંબઇ : સતત ફલોપ જઈ રહેલા ટાઈગર શ્રોફને  નસીબના જોરે નવી નવી ફિલ્મો મળી રહે છે. તેને વધુ એક એક્શન ફિલ્મ માટે સાઈન કરવામાં આવ્યો છે. 

આ નવી ફિલ્મના નિર્માતાઓ આનંદ પંડિત અને પરાગ સંઘવી છે જ્યારે દિગ્દર્શન શિવમ નાયર કરશે. ફિલ્મનું શૂટિંગ આવતાં વર્ષે ચાલુ થવાનું છે. 

ટાઈગર શ્રોફની પાછલી ફિલ્મ 'ગણપત'માં પહેલા જ દિવસથી થિયેટર પર કાગડા ઉડયા હતા. આ ફિલ્મમાં ટાઈગરની એક્ટિંગની પણ ભારે ટીકા થઈ હતી. 

ટાઈગર શ્રોફ પોતાની જાતને એક્શન હિરોમાં ખપાવે છે પરંતુ 'ગણપત'ના મોટાભાગના રિવ્યૂમાં એવી ટીકા થઈ હતી કે ટાઈગર શ્રોફ તેની પહેલી ફિલ્મથી એક જ સરખી એકશન કર્યા કરે છે. તેની એક ફિલ્મના પાત્રને બીજી ફિલ્મથી સ્હેજે અલગ પાડી શકાતું નથી. તેની પાસે એક્શન, હાવભાવ કે ડાન્સ કોઈ રીતે નાવિન્ય નથી. 

ટાઈગર શ્રોફ એવો કોઈ લોયલ ફેન બેઝ પણ નથી બનાવી શક્યો કે જેથી તેની ફિલ્મ કમસેકમ પહેલા વીક એન્ડમાં પણ ચાલી જાય. આમ છતાં પણ નસીબના જોરે તેને નવી નવી ફિલ્મો મળી રહી છે. 


Google NewsGoogle News