Get The App

ફિલ્મ નિર્માતાની પત્ની હોવા છતાં પ્રખ્યાત અભિનેત્રી હજુ ભાડાના મકાનમાં જ રહે છે, કારણ શોકિંગ

Updated: Sep 29th, 2024


Google News
Google News
ફિલ્મ નિર્માતાની પત્ની હોવા છતાં પ્રખ્યાત અભિનેત્રી હજુ ભાડાના મકાનમાં જ રહે છે, કારણ શોકિંગ 1 - image

Vidya Balan : જાણીતી અભિનેત્રી વિદ્યા બાલન ઘણા વર્ષોથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં છે. સિદ્ધાર્થ રોય કપૂર સાથે તેના લગ્નના ઘણાં વર્ષો થઈ ગયા છે, પરંતુ હજુ સુધી તે ભાડાના મકાનમાં રહે છે. હવે વિદ્યાએ કહ્યું કે, તે તેના સપનાંનું ઘર ખરીદવા માંગે છે. વિદ્યાએ જણાવ્યું કે, શા માટે પોતાનું ઘર હોવા છતાં તે ભાડાના મકાનમાં રહે છે. તેનું માનવું છે કે એક પરફેક્ટ ઘર શોધવું એ નસીબની વાત છે.

વિદ્યાએ કહ્યું કે, 'તમારે ફક્ત તે જ ઘર ખરીદવું જોઈએ, જેમાં તમે જાઓ અને અનુભવો કે તે આ તમારું છે. 15 વર્ષ પહેલા જ્યારે તે મારી માતા સાથે ઘર શોધી રહી હતી ત્યારે મને બાંદ્રા અથવા જુહુની નજીકના સ્થાન પર ઘર જોઈતું હતું. તેની શોધ દરમિયાન મને એક પરફેક્ટ ઘર મળ્યું પરંતુ તે મારા બજેટની બહાર હતું. જોકે મારી માતાએ ઈએમઆઈથી મેનેજ કરવાનું કહ્યું હતું.'

સિદ્ધાર્થ સાથે લગ્ન પછી પણ વિદ્યાએ તેની સાથે ઘર શોધવાનું શરૂ કર્યું. બન્નેએ 25 ઘર જોયા હતા. પરંતુ તેઓ કંઈપણ સમજી શક્યા નહીં. આખરે બન્નેએ તેમને ગમતું ઘર મળી ગયું. પરંતુ તે ભાડા પર મળ્યું હતું, જે વિદ્યાને અનુકૂળ ન હતું. તેને હંમેશા ભાડાના મકાનમાં રહેવું ન હતું.

આ પણ વાંચો: બોલિવૂડની જાણીતી હસ્તીના નામે સ્વિટ્ઝર્લેન્ડમાં ચાલે છે ટ્રેન, ફિલ્મ જગતના અનેક ટોચના એવોર્ડથી સન્માનિત થયા

હવે તેમના સંપૂર્ણ ઘર શોધવાના સંઘર્ષ પછી તેઓ ફરીથી તે જ મિલકતમાં તેઓ ભાડે રહેવા ગયા છે. આ પાછળનું કારણ જણાવતા વિદ્યાએ કહ્યું કે, 'આવી જગ્યા ભાગ્યે જ ઉપલબ્ધ હોય છે, જેમાં બગીચો હોય અને સમુદ્રનો નજારો પણ હોય.' તેણે મજાકમાં કહ્યું કે, 'આ વ્યવસ્થા મારા માટે ખાસ હતી, કારણ કે મકાનમાલિક સોદામાંથી ‘મોટો ચેક' મેળવવાને લઈને ખુશ હતો.'

ફિલ્મ નિર્માતાની પત્ની હોવા છતાં પ્રખ્યાત અભિનેત્રી હજુ ભાડાના મકાનમાં જ રહે છે, કારણ શોકિંગ 2 - image

Tags :
Famous-ActressFilmmakerVidya-BalanRentedHouse

Google News
Google News