ડેનમાર્કની વિક્ટોરિયા બની મિસ યુનિવર્સ 2024, ટોપ-12માં જગ્યા ન બનાવી શકી ભારતની રિયા સિંઘા
image : instagram |
Denmark's Victoria Kjaer Becomes Miss Universe 2024 : મિસ યુનિવર્સ 2024નો ખિતાબ ડેનિશ સ્પર્ધક Victoria Kjaerએ જીતી લીધો છે. ભારત તરફથી આ સ્પર્ધામાં ભાગ લઈ રહેલી રિયા સિંઘા ટોપ-12માં પોતાનું સ્થાન મેળવી શકી ન હતી. આ સ્પર્ધામાં કુલ 125 દેશોમાંથી 130 સ્પર્ધકોએ ભાગ લીધો હતો.
ટોચના પાંચ ફાઇનલિસ્ટમાં આ દેશો પહોંચ્યામેક્સિકોમાં યોજાયેલી 73મી મિસ યુનિવર્સ સ્પર્ધા માટે ટોચના પાંચ ફાઇનલિસ્ટમાં મેક્સિકો, નાઇજીરીયા, થાઇલેન્ડ, વેનેઝુએલા અને ડેનમાર્ક પહોંચ્યા હતા. તેમણે અદભૂત ઇવનિંગ ગાઉન રજૂ કર્યા હતા. જે તેમના દેશોની સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા. આ સ્પર્ધાના રનર અપ વિશે વાત કરીએ તો ફર્સ્ટ રનર અપ નાઈજીરીયાની ચિદિમ્મા અદેતશાઈના, સેકન્ડ રનર અપ મેક્સિકોની મારિયા ફર્નાન્ડા, થર્ડ રનર અપ થાઈલેન્ડની કી. સુચાતા અને ચોથી રનર અપ વેનેઝુએલાની ઈલિયાના માર્કેઝ રહી હતી.
શેનિસ પલાસિયોસે વિક્ટોરિયાને તાજ પહેરાવ્યો
આ સ્પર્ધાની ટોપ 12 ફાઇનલિસ્ટમાં બોલિવિયા, મેક્સિકો, વેનેઝુએલા, આર્જેન્ટિના, પ્યુર્ટો રિકો, નાઇજીરિયા, રશિયા, ચિલી, થાઇલેન્ડ, ડેનમાર્ક, કેનેડા અને પેરુના સ્પર્ધકો પહોંચ્યા હતા. અગાઉની વિજેતા નિકારાગુઆની શેનિસ પલાસિયોસ વિક્ટોરિયાને તાજ પહેરાવ્યો હતો.
મિસ યુનિવર્સની સ્પર્ધામાં જજ કોણ હોય છે?
જ્યુરી પેનલમાં ફેશન, મનોરંજન, કલાની દુનિયાના લોકપ્રિય લોકોનો સમાવેશ થાય છે. તેમાં એમિલિયો એસ્ટેફન, માઈકલ સિન્કો, ઈવા કેવલ્લી, જેસિકા કેરિલો, જિયાનલુકા વાચી, નોવા સ્ટીવન્સ, ફરિના, ગેરી નાદેર, ગેબ્રિએલા ગોન્ઝાલેઝ અને કેમિલા ગુઈરીબિટીનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો : જિંદગીનો ભરોસો નથી, કદાચ કાલે જ મરી જઉં: રિટાયરમેન્ટને લઈને આમિર ખાને કહી મોટી વાત
રિયા સિંઘા ટોપ-12માં જગ્યા ન બનાવી શકી
આ વર્ષની શરૂઆતમાં રિયા સિંઘા મિસ યુનિવર્સ ઈન્ડિયા બ્યુટી પેજન્ટની વિજેતા રહી હતી. ભારત પાસે આ વર્ષે ચોથી વખત આ ખિતાબ જીતવાની તક હતી. આ પહેલા ત્રણ વખત ભારતીય બ્યુટી ક્વીન્સ આ ખિતાબ જીતી ચૂકી છે. સન 1994માં સુષ્મિતા સેને પહેલી વખત ભારત માટે આ ખિતાબ જીત્યો હતો. આ પછી લારા દત્તા અને હરનાઝ સંધુએ આ ખિતાબ ભારત માટે જીત્યો હતો.