દીપિકાને ચાલુ ઈન્ટરવ્યુમાં રણવીરે લીપ કિસ કરી
- અણબનાવની અટકળો વચ્ચે જાહેરમાં રોમાન્સ
- વીડિયો વાયરલ થતાં ચાહકો ખુશઃ રણવીરને આદર્શ પતિની ઉપમા આપી દીધી
મુંબઇ : રણવીર સિંહે પત્ની દીપિકા પાદુકોણને એક ઈન્ટરવ્યૂ દરમિયાન અધવચ્ચે જ લીપ કિસ કરી દીધી હતી. આ વીડિયો બહુ વાયરલ થયો છે. બંનેના ચાહકો રણવીરની આ રોમાન્ટિક અદા પર ફિદા થઈ ગયા છે.
દીપિકાનો એક ઇન્ટરવ્યુ ચાલી રહ્યો હતો, તેવામાં જ રણવીર સિંહ અચાનક ત્યાં આવી ચડયો હતો. રણવીરે જણાવ્યું હતું કે, તે પાસેના રૂમમાં જ શૂટિંગ કરી રહ્યો હોવાથી પત્નીને મળવા આવી પહોંચ્યો. રણવીરે દીપિકાના ઇન્ટરવ્યુના અધવચ્ચે જ લિપ્સ પર એક કિસ કરી દીધી હતી અને પ્રેમથી તેનો હાથ દાબ્યો હતો.
ઉલ્લેખનીય છે કે હજુ થોડા સમય પહેલાં રણવીર અને દીપિકા વચ્ચે અણબનાવની વાતો વહેતી થઈ હતી. એક વાયરલ વીડિયોમાં રણવીરે દીપિકા સમક્ષ હાથ લંબાવ્યો હતો પરંતુ દીપિકાએ તેની એ ચેષ્ટાને અવગણી હતી. તે પછી બંનેના ચાહકો ભારે ચિંતામાં હતા. જોેકે, રણવીરની આ રોમાન્ટિક હરકત ચાહકોને બહુ પસંદ આવી છે.
દીપિકાએ પોતાના લગ્નજીવન વિશે જણાવ્યું હતું કે, મેં મારા બેસ્ટ ફ્રેન્ડ સાથે લગ્ન કર્યા છે. અમારું જીવન બહુ જ સુંદર રીતે પસાર થઇ રહ્યું છે. અમેએકબીજા સાથે છેલ્લા દસ વરસથી પરિચિત છીએ અને અમારો એક પ્રેમાળ સંબંધ હજી પણ પહેલા જેવો જ છે.