દીપિકા-પ્રભાસની કલ્કિની ભારતમાં પહેલા દિવસની કમાણી 95 કરોડ
- હિંદી વર્ઝનની કમાણી 22 કરોડ આસપાસ
- નિર્માતા- ડિસ્ટ્રિબ્યૂટરના ઝઘડામાં પહેલા દિવસે આઈમેક્સના અનેક શો કેન્સલ
મુંબઈ : દીપિકા પાદુકોણ અને પ્રભાસ તથા અમિતાભ બચ્ચન અને કમલ હાસન સહિતના ટોચના સ્ટાર્સની ફિલ્મ 'કલ્કિ ૨૯૮૯ એડી'ની ભારતમાં પહેલા દિવસની કમાણી આશરે ૯૫ કરોડ રુપિયા રહી છે. ફિલ્મનાં હિંદી વર્ઝનની કમાણી આશરે ૨૨ કરોડ આસપાસ રહી છે.
ફિલ્મની ટીમના દાવા અનુસાર પહેલા દિવસે સમગ્ર વિશ્વમાં તમામ ભાષાઓમાં કુલ ૧૮૦ કરોડ રુપિયાની કમાણી થઈ છે.
ફિલ્મનાં આઈમેક્સ થિયેટર્સના અનેક શો પહેલા દિવસે કેન્સલ થતાં કમાણી પર અસર જોવાઈ હતી. ડિસ્ટ્રિબ્યૂટર તથા નિર્માતા વચ્ચે વિવાદ થતાં ડિસ્ટ્રિબ્યૂટર્સને ફિલ્મ રીલિઝ કરવાનો કોડ છેક છેલ્લી ઘડી સુધી મળ્યો ન હતો. આઈમેક્સના શો કેન્સલ થયા હોય અને થિયેટર પર પહોંચી ગયેલા લોકો
ફિલ્મ વિશે મિશ્ર રિવ્યૂ સામે આવ્યા છે. મોટાભાગના લોકોનું કહેવું છે કે પહેલા ભાગમાં ફિલ્મ બહુ ધીમી છે જ્યારે બીજા ભાગમાં તે વેગ પકડે છે. ફિલ્મની વિઝ્યુઅલ ઈફેક્ટસના વખાણ થયાં છે પરંતુ પ્રભાસની 'બાહુબલી' ફિલ્મો જેવો ભાવનાત્કમ સંઘર્ષ આ ફિલ્મમાં જોવા મળતો નથી. બીજી તરફ મેગા સ્ટાર અમિતાભ બચ્ચનની એક્ટિંગના ચોમેર વખાણ થયાં છે પરંતુ સાથે સાથે કેટલાય સમીક્ષકોને ફિલ્મનો પ્લોટ બહુ જટિલ લાગ્યો છે અને સામાન્ય દર્શકો માટે આટલું સંકુલ કથાવસ્તુ સમજવું મુશ્કેલ બની શકે છે તેવો તેમનો અભિપ્રાય છે.