Get The App

દીપિકા પદુકોણ રોહિત શેટ્ટીની ફિલ્મમાં આઇટમ સોન્ગ કરતી જોવા મળશે

Updated: Dec 3rd, 2022


Google News
Google News
દીપિકા પદુકોણ રોહિત શેટ્ટીની ફિલ્મમાં આઇટમ સોન્ગ કરતી જોવા મળશે 1 - image


- ફિલ્મના ટ્રીઝરમાં દીપિકા અને રણવીર સિંહ એક ગીત પર ઠુમકા મારતા જોવા મળ્યા

મુંબઇ : રોહિત શેટ્ટીએ હાલમાં પોતાની આગામી ફિલ્મ સર્કસનું ટીઝર રીલિઝ કર્યુ ંહતું.જેમાં રણવીર સિંહ ડબલ રોલમાં જોવા મળ્યો હતો. તેમજ ત્રણ મિનીટ ૩૮ સેકન્ડના આ ટ્રલેરમાં રમુજી દ્રશ્યો પણ જોવા મળ્યા હતા જે જોઇને દર્શકો ચોક્કસ ખડખડાટ હસતા જોવા મળશે તેમ જણાઇ રહ્યું છે. જોકે રોહિત શેટ્ટીના આ ટીઝરથી ફિલ્મની વાર્તાનો અંદાજ કાઢી શકાતો નથી.  સર્કસ ફિલ્મમાં રણવીર સિંહ સાથે જેકલિન ફર્નાન્ડિઝ અભિનેત્રી તરીકે જોવા મળવાની છે. પરંતુ દીપિકા પદુકોણની હાજરી રૂપેરી પડદે આવતાં જ  દર્શકો ગેલમાં આવી જવાના છે. ફિલમના ટ્રેલરમાં રોહિત શેટ્ટીએ દીપિકા પદુકોણની એક નાનકડી ઝલક દેખાડી છે. જેમાં તે રણવીર સિંહ સાથે ફિલ્મના એક ગીત પર ઠુમકા લેતી જોવા મળી રહી છે. આ ગીતના શબ્દો તુમ નાચા તો સબકો કરંટ લગા રે છે.  દીપિકા અને રણવીર સિંહ રૂપેરી પડદે લાંબા સમય પછી સાથે જોવા મળશે. આમ પણ તેમની રૂપેરી પડદાની કેમેસ્ટ્રીથી દર્શકો ખુશ થઇજાય છે. 

Tags :