ઇટલીમાં ફિલ્મ ફાઇટરના સેટ પરથી દિપિકાનો ફોટો વાયરલ

Updated: Sep 29th, 2023


Google NewsGoogle News
ઇટલીમાં ફિલ્મ ફાઇટરના સેટ પરથી દિપિકાનો ફોટો વાયરલ 1 - image


નવી દિલ્હી,તા. 29 સપ્ટેમ્બર 2023, શુક્રવાર

બોલીવૂડની ફિલ્મ જવાન બાદ હવે હૃતિક રોશન અને દીપિકા પાદુકોણની ફિલ્મ ફાઈટર ચર્ચામાં છે. હાલ ફિલ્મનું શૂટિંગ ઈટાલીમાં ચાલી રહ્યું છે. ફિલ્મનો સેટ ઇટાલીના ફી બીચ પર બનાવવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફિલ્મ 'ફાઇટર'નું બજેટ 250 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.

હૃતિક રોશન અને દીપિકા પાદુકોણ હાલમાં ફાઈટરના શુટીંગ માટે 15 દિવસના શેડ્યૂલ માટે ઈટાલીમાં છે. બંને ત્યાં બે ગીત શૂટ કરશે. જેમાં એક ગીત પાર્ટી સોન્ગ છે. હાલમાં જ ઈટાલીના ફી બીચ પર સેટ પરથી દીપિકાનો એક ફોટો વાયરલ થઇ રહ્યો છે. ફોટામાં, દિપીકા પાદુકોણને ક્રૂ મેમ્બર સાથે એક તસવીર ક્લિક કરતા જોઈ શકાય છે.

ફિલ્મ 'ફાઇટર'માં દીપિકા અને રિતિક રોશન સિવાય કરણ સિંહ ગ્રોવર અને અનિલ કપૂર લીડ રોલમાં છે. આ ફિલ્મ ભારતની પ્રથમ એરિયલ એક્શન ફ્રેન્ચાઈઝી ફિલ્મ હોવાનું કહેવાય છે. આ ફિલ્મનું નિર્દેશન 'વોર'ના નિર્દેશક સિદ્ધાર્થ આનંદ કરી રહ્યા છે.આ ફિલ્મ 25 જાન્યુઆરી 2024ના રોજ રિલીઝ થશે. 


Google NewsGoogle News