Fighter Song : 'ફાઈટર'નું બીજું સોંગ 'ઈશ્ક જેસા કુછ' રિલીઝ, ઋતિકની બોડીએ ફેન્સનું ધ્યાન ખેંચ્યું

Updated: Dec 22nd, 2023


Google NewsGoogle News
Fighter Song : 'ફાઈટર'નું બીજું સોંગ 'ઈશ્ક જેસા કુછ' રિલીઝ, ઋતિકની બોડીએ ફેન્સનું ધ્યાન ખેંચ્યું 1 - image


નવી દિલ્હી,તા. 22 ડિસેમ્બર 2023, શુક્રવાર 

સુપરસ્ટાર ઋત્વિક રોશન અને દીપિકા પાદુકોણ સ્ટારર ફિલ્મ ફાઇટરની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મમાં પહેલીવાર ઋત્વિક રોશન અને દિપિકા પાદુકોણની જોડી જોવા મળશે. આ ફિલ્મના ફોટો અને વીડિયો પણ સોશિયલ મીડિયા પર દર્શકો અને ફેન્સનો ઉત્સાહ વધારી રહ્યાં છે.

હાલમાં જ મેકર્સે ફિલ્મનું પહેલું ગીત 'શેર ખુલ ગયે' રિલીઝ કર્યું હતું, જેને દર્શકોનો જબરદસ્ત રિસ્પોન્સ મળ્યો હતો. આ ફિલ્મને લઇને વધુ એક અપડેટ સામે આવ્યુ છે.

હવે ઋત્વિકની આ ફિલ્મનું બીજું ગીત 'ઇશ્ક જૈસા કુછ' પણ રિલીઝ થઈ છે. ગીતમાં રિતિક રોશન અને દીપિકા પાદુકોણની હોટ કેમેસ્ટ્રી ધૂમ મચાવી રહી છે. 

ઇશ્ક જૈસા કુછ ગીત વિશાલ, શેખર, શિલ્પા રાવ અને મેલો ડી દ્વારા ગાયું છે. તેનું સંગીત વિશાલ અને શેખરની જોડી દ્વારા બનાવવામાં આવ્યું છે. ગીતના વીડિયોમાં ઋત્વિકની બોડી પણ લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહી છે, જ્યારે દીપિકા પાદુકોણ પણ તેમાં ખૂબ જ હોટ લાગી રહી છે. ગીતમાં આ કપલ ગીતમાં ખૂબ જ મસ્તી કરતા જોવા મળે છે. આ ગીત ગીતકાર કુમાર દ્વારા લખવામાં આવ્યું છે, જેને દરિયા કિનારે ફિલ્માવવામાં આવ્યું છે.

આ ગીતમાં બંને સ્ટાર્સના ડાન્સ મૂવ્સ પણ ધમાકેદાર છે, જેને જોઈને ફેન્સ સોશિયલ મીડિયા પર દીવાના થઈ રહ્યા છે. તેના રિલીઝના થોડા જ કલાકોમાં આ ગીતને 5 લાખથી વધુ વ્યુઝ મળી ચૂક્યાં છે.

સિદ્ધાર્થ આનંદના નિર્દેશનમાં બનેલી આ એક્શન ફિલ્મ આવતા વર્ષે 25 જાન્યુઆરીએ રિલીઝ થશે. ફિલ્મમાં ઋત્વિક અને દીપિકા ઉપરાંત અનિલ કપૂર, કરણ સિંહ ગ્રોવર, અક્ષય ઓબેરોય, સંજીદા શેખ પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.


Google NewsGoogle News