દીપિકાએ 17 કરોડનો, સાઉથના પૃથ્વીરાજે 30 કરોડનો ફલેટ ખરીદ્યો
- બંને દ્વારા મુંબઈના બાન્દ્રામાં ખરીદી
- દીપિકાએ પોતાની કંપનીના નામે, પૃથ્વીરાજે પણ પ્રોડ્કશન હાઉસના નામે ફલેટ લીધો
મુંબઇ : મુંબઈમાં સેલિબ્રિટી સ્ટાર્સ દ્વારા બે મોટા પ્રોપર્ટી સોદા થયા છે. દીપિકા પદુકોણે ૧૭ કરોડમાં બાન્દ્રામાં નવો ફલેટ લીધો છે જ્યારે સાઉથના સ્ટાર પૃથ્વીરાજે પણ બાન્દ્રામાં જ ૩૦ કરોડનો ફલેટ ખરીદ્યો છે. તાજેતરમાં જ એક દીકરીનાં માતાપિતા બનેલાં દીપિકા અને રણવીર બાન્દ્રામાં ઓલરેડી ૧૦૦ કરોડ રુપિયાનું નવું ઘર બનાવી રહ્યાં છે. આથી દીપિકાએ પોતાની કંપની કે એ એન્ટપ્રાઈઝના નામે રોકાણ માટે આ ફલેટ ખરીદ્યો હોવાનું મનાય છે. ૧૮૪૫ ચોરસ ફૂટના ફલેટ માટે કુલ ૧૭.૮ કરોડ રુપિયા ચૂકવાયા છે. આ ફલેટ પંદરમા માળે આવેલો છે. તેના માટે ૧.૦૭ કરોડની સ્ટેમ્પ ડયૂટી ચુકવાઈ છે. પૃથ્વીરાજે પોતાની પ્રોડક્શન કંપનીના નામે ૨૯૭૧ ચોરસ ફૂટનો ફલેટ લીધો છે.
તેણે હજુ થોડા સમય પહેલાં જ પાલી હિલમાં ૧૭ કરોડનો ફલેટ લીધો હતો.