Get The App

દીપિકા અને રણવીરે તેમની દીકરીનું નામ કર્યું જાહેર, સોશિયલ મીડિયા પર શેર કરી પહેલી તસવીર

Updated: Nov 1st, 2024


Google NewsGoogle News
Deepika Padukone And Ranveer Singh
IMAGE : INSTAGRAM

Deepika Padukone Daughter First Pics : રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ બોલિવૂડમાં ફેન્સના ફેવરિટ કપલ્સમાંથી એક છે. 8મી સપ્ટેમ્બરે બંને એક વહાલી દીકરીના માતા-પિતા બન્યા હતા. દિવાળીના શુભ અવસર પર પ્રથમ વખત આ કપલે સોશિયલ મીડિયા પર તેમની દીકરીનો ખૂબ જ ક્યૂટ ફોટો શેર કર્યો છે અને તેનું નામ પણ જાહેર કર્યું છે.

રણવીર-દીપિકાએ દીકરીની તસવીર શેર કરી

રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ તેમની દીકરીની પહેલી તસવીર ઈન્સ્ટાગ્રામમાં શેર કરી છે. આ ફોટોમાં દીકરીનું મો તો જોવા નથી મળી રહ્યું, પરંતુ તેના નાના પગ ખૂબ જ સુંદર લાગી રહ્યાં છે. ફોટોમાં તેમની લાડલી દીપિકાના ખોળામાં જોવા મળી. જેમાં મા અને દીકરી બંનેએ લાલ સૂટમાં જોવા મળ્યાં.

દીકરીનું નામ જણાવ્યું

રણવીર-દીપિકાએ દીકરીની તસવીર શેર કરવાની સાથે દીકરીના નામ પણ ખુલાસો કર્યો છે. જેમાં દીકરીનું નામ દુઆ પાદુકોણ સિંહ રાખ્યું છે. શેર કરવામાં આવેલી પોસ્ટના કેપ્શનમાં લખ્યું હતું કે, 'દુઆ પાદુકોણ સિંહ, 'દુઆ' જેનો અર્થ થાય છે પ્રાર્થના... કારણ કે તે અમારી પ્રાર્થનાનો જવાબ છે. અમારું હૃદય પ્રેમ અને કૃતજ્ઞતાથી ભરાઈ આવ્યાં... દીપિકા અને રણવીર...'

આ પણ વાંચો : સિંઘમ અગેઈન તથા ભૂલભૂલૈયા થ્રીના સર્જકો વચ્ચે કોપીરાઈટ બાબતે અંટસ

આલીયા ભટ્ટે કરી કોમેન્ટ

આ પોસ્ટ પર અનેક ફેન્સ પ્રેમ વરસાવી રહ્યાં છે. પોસ્ટના થોડા જ કલાકમાં લાખો લાઈક મળી છે. જ્યારે યુઝર્સની સાથે-સાથે સેલેબ્રિટી પણ આ તસવીર પર કોમેન્ટ કરી રહ્યાં છે. જેમાં આલીયા ભટ્ટે કોમેન્ટ કરીને કેટલાય રેડ હાર્ટ ઈમોજી મોકલા.


Google NewsGoogle News