ડેવિડ ધવનની ડાયરેક્ટ તરીકેની કમબેક ફિલ્મમાં વિલંબ સર્જાયો
- ખુદ ડેવિડ બીમાર પડતાં શૂટિંગ અટક્યું
- હૈ જવાની તો ઈશ્ક હોના હૈનું શૂટિંગ હવે નવેમ્બરમાં આગળ વધારાશે
મુંબઇ : ડેવિડ ધવન દિગ્દર્શક તરીકે કમબેક કરી 'હૈ જવાની તો ઈશ્ક હોના હૈ' ફિલ્મ બનાવી રહ્યો છે. પરંતુ, તેની તાજેતરની બીમારીને કારણે આ ફિલ્મનું શૂટિંગ પાછળ ઠેલાઈ ગયું છે.
ફિલ્મ માટે વરુણ ધવન અને મૃણાલ ઠાકુર ઓક્ટોબરની શરુઆતથી જ શૂટિંગ શરુ કરી દેવાના હતા. મુંબઈ ઉપરાંત ગોવામાં પણ શૂટિંગ થવાનું હતું. પરંતુ, ડેવિડ ધવનની બીમારીને લીધે શૂટિંગ શિડયૂલ કેન્સલ થયું હતું. હવે નવેમ્બર માસના પ્રથમ સપ્તાહમાં શૂટિંગ હાથ ધરાશે. જોકે, બાદમાં થોડા સમય સુધી દિવાળીને કારણે બ્રેક પણ આવી જશે.
ઉલ્લેખનીય છે કે, 'હૈ જવાની તો ઇશ્ક હોના હૈ 'ડેડિ ધવનની દિગ્દર્શક તરીકેની ૪૬મી ફિલ્મ છે. ડેવિડે ૯૦ના દાયકાની શરુઆતમાં અનેક સુપરહિટ કોમેડી ફિલ્મો આપી હતી. જોેકે, તેમનો પુત્ર વરુણ ધવન એક્ટર તરીકે ખાસ કશું ઉકાળી શક્યો નથી.