શ્વેતા નંદાની બર્થ પાર્ટીમાં દીકરીનો બોયફ્રેન્ડ સિદ્ધાંત ખાસ હાજર
- બચ્ચન પરિવારે જમાઈ તરીકે સ્વીકારી લીધો
- નણંદની બર્થ ડે પાર્ટીમાં ઐશ્વર્યા બચ્ચનની હાજરીની કોઈ તસવીર જોવા ન મળી
મુંબઇ : અમિતાભ બચ્ચનની દીકરી શ્વેતા નંદા બચ્ચનની બર્થ ડે પાર્ટીમાં શ્વેતાની દીકરી નવ્યાનવેલી નંદાનો બોયફ્રેન્ડ સિદ્ધાંત ચતુર્વેદી ખાસ હાજર રહ્યો હતો.
નવ્યા અને સિદ્ધાંત લાંબા સમયથી ડેટ કરી રહ્યાં છે. જોકે, તેમણે તેમના સંબંધોનો ઓફિશિયલ સ્વીકાર ક્યારેય કર્યો નથી. જોકે, હવે નવ્યાના પારિવારિક પ્રસંગોમાં પણ સિદ્ધાંતની હાજરીથી બચ્ચન પરિવારે સિદ્ધાંતને જમાઈ તરીકે સ્વીકારી લીધો હોવાનું કન્ફર્મ થયું છે.
નવ્યા અને સિદ્ધાંત સોશિયલ મીડિયા પર એકબીજાને રોમાન્ટિક કોમેન્ટસ કરતા હોય તેવું અવારનવાર જોવા મળ્યું છે. શ્વેતા નંદા પણ સિદ્ધાંત સાથે કોમ્યુનિકેશન કરતી હોય છે.
દરમિયાન, શ્વેતાની બર્થ પાર્ટીમાં અભિષેક, આરાધ્યા કે ઐશ્વર્યા હાજર હોય તેવી કોઈ તસવીરો સામે આવી ન હતી.
અગાઉ ઐશ્વર્યા અને શ્વેતા વચ્ચે અણબનાવની વાત ચર્ચાતી હતી. જોકે, તાજેતરમાં એરપોર્ટ પર શ્વેતા અને આરાધ્યા બહુ પ્રેમપૂર્વક એકબીજાને મળી રહ્યાં હોવાનો વીડિયો વાયરલ થયો હતો. તે પછી બંને વચ્ચેના અણબનાવની અફવા ઠંડી પડી ગઈ છે.