આમિર ખાનને મળ્યા બાદ રડી પડી પુત્રી આયરા, સોશિયલ મીડિયા યુઝર્સે કહ્યું- ગૌરીના કારણે અણબનાવ?
Image: Facebook
Ira Khan Emotional Video Viral: આમિર ખાનની પુત્રી આયરાનો એક ઈમોશનલ વીડિયો ઈન્ટરનેટ પર વાઈરલ થઈ રહ્યો છે. તેમાં તે રડતી નજર આવી રહી છે. આયરાને આ હાલતમાં જોઈને તેના ચાહકો ટેન્શનમાં આવી ગયા છે. તે પોતાની ગાડીમાં બેસેલી છે અને તેની આંખોમાં આંસુ છે.
આયરા સોમવારે પહેલા પોતાના પિતા આમિર ખાનને મળી. બંનેએ સાથે ક્વોલિટી ટાઈમ વિતાવ્યો. પછી તે અલગ-અલગ કારમાં ઘરે નીકળ્યા પરંતુ કારમાં બેસતાં જ આયરા રડવા લાગી. તે પોતાના આંસુ પેપ્સના કેમેરાથી છુપાવવાનો પ્રયત્ન કરી રહી હતી પરંતુ એવું થઈ શક્યું નહીં.
કેમેરામાં આયરા રડતી કેદ થઈ ગઈ. સ્ટારકિડનું ઈમોશનલ બ્રેકડાઉન જોઈને ચાહકોની પણ આંખો ભીની થઈ ગઈ છે. દરેક પૂછી રહ્યાં છે કે આખરે આયરાને શું થઈ ગયું છે? કેમ તે પિતાને મળ્યા બાદ આટલી ઈમોશનલ થઈ ગઈ છે?
આ પણ વાંચો: ગરમ મસાલાનો બીજો ભાગ બનવાનો હોવાનો જોનનો સંકેત
આયરા પોતાના પિતા સાથે ખાસ બોન્ડ શેર કરે છે. વિતેલા દિવસોમાં આમિરે પોતાનો 60મો જન્મદિવસ મનાવ્યો હતો. આ અવસરે તેણે ગર્લફ્રેન્ડ ગૌરીનો ખુલાસો કર્યો. આયરાના ઈમોશનલ વીડિયોને ઘણા લોકો આમિરના ત્રીજી વખત રિલેશનમાં આવવા સાથે જોડી રહ્યાં છે. એકે લખ્યું- કેમ કે પપ્પા નવી મમ્મી લાવી રહ્યાં છે તેથી આયરા નારાજ છે. જોકે આયરાના રડવાનું સાચું કારણ શું છે તે તો તે જ જણાવી શકે છે. ઘણા ચાહકોએ પેપ્સને કહ્યું કે તે સેલેબ્સને પ્રાઈવસી આપે.