માનવ સર્જીત મોટો ખતરો! પૃથ્વીમાંથી અંધાધૂંધ કાઢવામાં આવી રહ્યું છે પાણી, પૃથ્વી પૂર્વ તરફ 80 સેમી નમી!

ઇન્ટરકનેક્ટેડ ડિઝાસ્ટર રિસ્ક રિપોર્ટ 2023 મુજબ દુનિયામાં પાણીના 31 મુખ્ય ભૂમીગત સ્ત્રોત બેહિસાબ ઉપયોગના કારણે ખુબ ઝડપથી ઓછા થઇ રહ્યા છે

જેના કારણે પૃથ્વી 1993થી 2010 સુધીમાં 80 સેમી પૂર્વ તરફ ઝુકી ગઈ છે

Updated: Oct 28th, 2023


Google NewsGoogle News
માનવ સર્જીત મોટો ખતરો! પૃથ્વીમાંથી અંધાધૂંધ કાઢવામાં આવી રહ્યું છે પાણી, પૃથ્વી પૂર્વ તરફ 80 સેમી નમી! 1 - image


Impact of Groundwater Exploitation:  યુનાઇટેડ નેશન યુનિવર્સિટીની પર્યાવરણ અને માનવ સુરક્ષા સંસ્થા (UNU-EHS)નો ઇન્ટરકનેક્ટેડ ડિઝાસ્ટર રિસ્ક રિપોર્ટ 2023 મુજબ ખુબ જ ઓછા સમયમાં ભારતમાં ભૂગર્ભજળનો નાશ થવાની શક્યતાઓ ટોચ પર છે. આ રિપોર્ટમાં વિવિધ પ્રજાતિઓનું ઝડપી લુપ્ત થવું, ભૂગર્ભજળનો ઘટાડો, ગ્લેશિયર્સનું પીગળવું, અવકાશનો કચરો, અસહ્ય ગરમી અને અનિશ્ચિત ભવિષ્ય જેવા પર્યાવરણ સાથે જોડાયેલા 6 મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી. આ રિપોર્ટ મુજબ દુનિયામાં પાણીના 31 મુખ્ય ભૂમીગત સ્ત્રોત બેહિસાબ ઉપયોગના કારણે ખુબ ઝડપથી ઓછા થઇ રહ્યા છે. ભારતના પંજાબમાં 78 ટકા કૂવામાંથી પાણી નિકાળવામાં આવ્યું છે, તેમજ 2025 સુધીમાં ઉત્તર-પશ્ચિમ ક્ષેત્રમાં ભૂગર્ભજળની અછત ખુબ ગંભીર સ્થિતિમાં પહોચી શકે છે. 

બે અબજથી વધુ લોકો ભૂગર્ભજળ પર આધારિત 

રિપોર્ટ અનુસાર એન્વાયરમેન્ટલ ટીપિંગ પોઈન્ટની મર્યાદા ઓળંગવાથી પૃથ્વીમાં  ઇકોસિસ્ટમ્સ, આબોહવાની પેટર્ન અને સમગ્ર પર્યાવરણમાં ઊંડા અને વિનાશક ફેરફારો થઈ શકે છે. ભૂગર્ભજળ એ શુદ્ધ પાણીનો ખૂબ જ મહત્વપૂર્ણ સ્ત્રોત છે. બે અબજથી વધુ લોકોને આ જળાશયો પીવાનું પાણી પૂરું પાડે છે. એટલું જ નહીં, લગભગ 70 ટકા પાણી ખેતીમાં વપરાય છે. ભૂગર્ભજળ હજારો વર્ષોથી એકઠું થઈ રહ્યું છે. તેથી, તે બિન-નવીનીકરણીય જળ સ્ત્રોત હોવાથી તેના ખરાબ પરિણામોમાં પૃથ્વીના એક તરફ ઝુકાવના રૂપમાં દેખાય રહ્યા છે.

ભૂગર્ભજળના બેહિસાબ ઉપયોગથી કેમ ઝુકી ગઈ છે પૃથ્વી?

ભૂગર્ભજળના મોટા જથ્થાને પમ્પ કરીને અને તેનો ઉપયોગના કારણે પૃથ્વી 1993થી 2010 સુધીના 17 વર્ષમાં પૃથ્વી 80 સેમી પૂર્વ તરફ ઝુકી ગઈ છે. જેની અસર કલાઇમેટ પર જોવા મળે છે. જીયોફીઝીકલ રિસર્ચ લેટર્સ મેગઝીનના એક રિસર્ચ મુજબ ઉત્તર-પશ્ચિમ અમેરિકા અને ઉત્તર-પશ્ચિમ ભારતમાં સૌથી વધુ પાણીનું પુનઃવિતરણ થાય છે. 

પૃથ્વીના રોટેશન અને ભૂગર્ભજળના પુનઃવિતરણ વચ્ચેનો સંબંધ?

સાઉથ કોરિયાની સિયોલ નેશનલ યુનિવર્સિટીના જિયોફિઝિસ્ટ અને રિસર્ચ હેડ કી-વિઓન સીઓએ કહ્યું કે પૃથ્વીનો ફરતો ધ્રુવ મોટા ફેરફારો માટે જવાબદાર છે. કલાઇમેટ સંબંધિત પરિબળોમાં, ભૂગર્ભજળના પુનઃવિતરણની પૃથ્વીના ફરતા ધ્રુવના ઝુકાવ પર સૌથી વધુ અસર પડે છે. સંશોધકોએ જણાવ્યું કે પૃથ્વીના પરિભ્રમણને બદલવાની પાણીની ક્ષમતા 2016માં મળી આવી હતી. જેમાં અત્યારે સુધી રોટેશનલ ફેરફારોમાં ભૂગર્ભજળ બાબતે કોઈ રિસર્ચ કરવામાં આવ્યું ન હતું. નવા રિસર્ચમાં પૃથ્વીના રોટેશનલ ધ્રુવ અને પાણીના પરિભ્રમણના ઝુકાવમાં થતા ફેરફારોની સ્પષ્ટતા કરવામાં આવી છે. 

કલાઈમેટ પર આ ઝુકાવની પડી શકે છે ગંભીર અસર 

આમ તો પૃથ્વીની રોટેશનલ પોલ એક વર્ષમાં ઘણા મીટર સુધી બદલાય છે. જેથી ભૂગર્ભજળના વધુ પડતા ઉપયોગના કારણે મોસમ બદલવાનું જોખમ ઓછું રહે છે. જો કે તેના સમયમાં જો ફેરફાર થાય તો જોખમ વધી જાય છે. 

તો શું લોકો માટે આ પૃથ્વી રહેવાલાયક નહી રહે?

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે જો પૃથ્વી આ રીતે ઝુકેલી રહેશે તો કલાઈમેટમાં બદલાવ જોવા મળશે અને અંતે પૃથ્વી રહેવાલાયક નહિ રહે. જ્યારે પૃથ્વીનો અક્ષીય ઝુકાવ 54 ડિગ્રીથી વધી જાય છે, ત્યારે વિષુવવૃત્ત પર વાર્ષિક આઈસોલેશન ધ્રુવો કરતાં ઓછું થઈ જાય છે. તેથી જો પૃથ્વીનું આ રીતે એક તરફ ઝુકાવ ચાલુ રહેશે, તો પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર વર્ષોવર્ષ વધતું જશે. જે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને પણ અસર કરી શકે છે. એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે 1995માં, ધ્રુવોમાં દક્ષિણથી પૂર્વ તરફ શિફ્ટ થઇ હતી અને 1995 થી  2020ની વચ્ચે, શિફ્ટ થવાની ગતિ પાછલા 20 વર્ષોની તુલનામાં 17 ગણી વધુ ઝડપી બની હતી.

ભૂગર્ભજળ એક નિશ્ચિત પોઈન્ટથી નીચે જાય તો શું થશે?

જો ભૂગર્ભજળ એક નિશ્ચિત પોઈન્ટથી નીચે જાય છે તો કૂવાનું જળસ્તર ઘટી જશે. પાકની સિંચાઈ માટે પાણી નહિ મળે, ખોરાકની કટોકટી પણ થઈ શકે છે. જો ખાદ્ય ઉત્પાદન પ્રણાલી નિષ્ફળ જશે, તો વિશ્વને ભૂખમરાના સંકટનો સામનો કરવો પડી શકે છે. વિશ્વના લગભગ 30 ટકા શુધ્ધ પાણી ભૂગર્ભજળના રૂપમાં એકત્ર થાય છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 20મી સદીના મધ્યથી વિશ્વભરમાં ભૂગર્ભજળના ઘટાડાનો દર ઝડપી બન્યો છે. ભૂગર્ભજળના શોષણને કારણે, પૃથ્વીની ધરી દર વર્ષે 4.36 સેમીથી ઝુકેલી છે.

માનવ સર્જીત મોટો ખતરો! પૃથ્વીમાંથી અંધાધૂંધ કાઢવામાં આવી રહ્યું છે પાણી, પૃથ્વી પૂર્વ તરફ 80 સેમી નમી! 2 - image


Google NewsGoogle News