Get The App

દંગલ ફિલ્મે 2000 કરોડની કમાણી કરી પણ મારા પરિવારને ફક્ત 1 કરોડ મળ્યાં, બબીતાનો દાવો

Updated: Oct 23rd, 2024


Google NewsGoogle News
દંગલ ફિલ્મે 2000 કરોડની કમાણી કરી પણ મારા પરિવારને ફક્ત 1 કરોડ મળ્યાં, બબીતાનો દાવો 1 - image


Image: Facebook

Babita Phogat Claims on Dangal: પૂર્વ મહિલા પહેલવાન બબીતા ફોગાટે એક મોટો દાવો દંગલ ફિલ્મને લઈને કર્યો છે જે તેમના અને તેમના પરિવાર પર બની. આ ફિલ્મનું મુખ્ય પાત્ર સુપર સ્ટાર આમિર ખાને નિભાવ્યુ હતુ. આ ફિલ્મમાં ગીતા અને બબીતાની સિદ્ધિઓનો પણ ઉલ્લેખ છે. આ ફિલ્મ બ્લોકબસ્ટર રહી હતી અને લગભગ 2000 કરોડ રૂપિયા કમાયા હતા. જોકે, તમને જાણીને નવાઈ લાગશે કે વર્ષ 2016માં રિલીઝ થયેલી આ સુપરહિટ ફિલ્મ માટે ફોગાટ પરિવારને માત્ર એક કરોડ રૂપિયા જ મળ્યા. તેનો ખુલાસો પોતે પહેલવાન બબીતા ફોગાટે કર્યો છે.

બબીતા ફોગાટે જણાવ્યું કે ફિલ્મે વર્લ્ડવાઈડ 2000 કરોડ રૂપિયા કમાયા અને તેમાંથી એક કરોડ જ ફોગાટ ફેમિલીને મળ્યા તો આ જાણીને સૌ ચોંકી ગયા. 23 ડિસેમ્બર 2026એ આ ફિલ્મ રિલીઝ થઈ હતી. તેનું ડાયરેક્શન નિતેશ તિવારીએ કર્યુ હતુ, જેમાં આમિર ખાને મહાવીર ફોગાટની મુખ્ય ભૂમિકા નિભાવી હતી અને તે કો-પ્રોડ્યુસર પણ હતો. 

આ પણ વાંચો: રણબીરની રામાયણને મળ્યો 'રાવણ', સાઉથના સુપરસ્ટાર 'રોકી ભાઈ'ની એન્ટ્રી થઈ પાક્કી! 

બબીતા ફોગાટની કુશ્તીની કારકિર્દી શાનદાર રહી છે. તેમણે 2010ની કોમનવેલ્થ ગેમ્સમાં સિલ્વર મેડલ જીત્યો અને 2014ની કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. વર્ષ 2012માં તેમણે વિશ્વ કુશ્તી ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તેમણે 2016 ના રિયો ઓલિમ્પિક રમતોમાં પણ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું પરંતુ મેડલ મળ્યો નહીં. 2019માં બબીતાએ પ્રોફેશનલ કુશ્તીને અલવિદા કહ્યું અને રાજકારણમાં પગ મૂક્યો. 


Google NewsGoogle News